તપાસ:આંબોલી ફાયરિંગ કેસમાં રિવોલ્વર કબજે લેવાઇ

નવાગામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આંબોલી ફાયરિંગ પ્રકરણના આરોપી પ્રકાશ મૈસુરિયાના બેદિવસનાં રિમાંડ પુરા થતા લાજપોર જેલમાં મોકલવામાં આવ્યો હતો. આરોપી પાસેથી ગુનામાં વપરાયેલ હથિયાર રિવોલ્વર કબજે લેવામાં આવ્યું છે.

રેતી લીઝના ધંધા સાથે સંકળાયેલા ખોલવડ ગામનાં અરવિંદભાઇ વલ્લભભાઇ સોલંકી તા.19-6-2020નાં રાત્રે આઠેક વાગે આંબોલી હાઈ વે પર આવેલ IRB કંપાઉન્ડમાં ત્રણ મિત્રો સાથે જમવા ગયા હતા. ત્યારે કઠોર ગામના માજી સરપંચ તથા માજી જી.પં.સભ્ય અને વ્યવસાયે એડવોકેટ પ્રકાશ મૈસુરિયા બુલેટ મો.સા. પર ત્યાં આવી અરવિંદ સોલંકીને “નિઝરની લીઝમાં તું મને ભાગ કેમ આપતો નથી” કહીં તેની પાસેની રીવોલ્વરમાંથી અરવિંદ સોલંકી પર આડેધડ ગોળીબાર કરી નાસી છુટ્યો હતો. જેમાં આરોપીના 2 દિવસના રિમાન્ડ બાદ આરોપી ને લાજપાેર જેલમાં મોકલી અપાયોહતો.બે દિવસનાં રીમાંડમાં પોલિસ ગુનાના કામમાં વપરાયેલું હથિયાર રિવોલ્વર કબ્જે કરી શકી છે. તે સિવાય બીજી કોઇ મહત્વની જાણકારી મેળવી શકાઇ નથી.

અન્ય સમાચારો પણ છે...