કામગીરી ઠપ:તલાટીઓની પડતર માંગણી ન સંતોષાતા રેવન્યુ કામગીરી બંધ

બારડોલી11 દિવસ પહેલા
  • કૉપી લિંક

તલાટી કમ મંત્રીના પડતર પ્રશ્નોની માંગને લઈ રાજ્ય સરકારમાં અનેક રજૂઆતો બાદ સરકાર માથી યોગ્ય પ્રતિસાદ ન આવતા સોમવારથી બારડોલી તાલુકાનાં તલાટીઓ પણ કામથી અળગા રહ્યા છે. ત્યારે તાલુકા ભરમાં તલાટીઓની હડતાળથી ગામલેના સામાન્ય લોકોજ હેરાન થઈ રહ્યા છે. ગામેગામ શ્રમિક વર્ગના લોકો આવકના દાખલા, પેઢીનામાં સહિતના ઓનલાઈન કામો થી અળગા થઈ જતાં રાજ્ય સરકાર કરતાં વધુ અસર ગામેગામના સામાન્ય નાગરિકો પર થઈ રહી છે. ત્યારે રાજ્ય સરકાર સામાન્ય નાગરિકો ને પડતી હાલાકી બાબતે રાજ્ય સરકાર કોઈક વ્યવસ્તા ગોઠવે એવી લોક માંગ ઉઠી છે.

બારડોલી તાલુકાનાં તલાટીઓના જણાવ્યા મુજબ જિલ્લા કલેકટરની સૂચના મુજબ તાલુકાનાં તમામ તલાટીઓ ચૂંટણી લક્ષી તેમજ આપત્તિજનક કામગીરીઓ સિવાયની કામગીરીઓથી અળગા રહેશે જેમાં ગ્રામ સુવિધા એપ્લીકેશન, વીજ બિલ કલેક્શન, જી.ઇ.બી. ને લગતા દાખલા, જમીન મહેશુલ વશુલાત, પાણી પત્રક સહિત ઓનલાઈન તમામ કામગીરી, 7/12 ની નકલ, લગ્ન નોંધણી, 15 માં નાણાં પંચના વિકાસના કામોના ચૂકવાણા, પાક નુકશાનીના દાખલા જેવા મહત્વના કામો બંધ રહેતા ગામળેના લોકોને ભારે હાલાકી થઈ રહી છે. સાથે જ સરકારી મહેસૂલી તેમજ પંચાયતોમાંથી આવતી અન્ય આવકો બંધ થતાં સરકારી તિજોરી પર પણ મોટી અસર થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...