સંગ્રામને વિરામ:સુરત જિલ્લામાં 407માંથી 318 ગ્રામ પંચાયાતના પરિણામ જાહેર, મોડી રાત સુધી મત ગણતરી ચાલુ

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વ્યારા કોલેજમાં મતગણતરી દરમિયાન કોલેજની બહાર સમર્થકોની લાઇન લાગી હતી. મત ગણતરી કરવામાં ભારે સમય વીતી ગયો હતો. - Divya Bhaskar
વ્યારા કોલેજમાં મતગણતરી દરમિયાન કોલેજની બહાર સમર્થકોની લાઇન લાગી હતી. મત ગણતરી કરવામાં ભારે સમય વીતી ગયો હતો.
  • ગ્રામ પંચાયતના પરિણામમાં વિધાનસભા અને લોકસભા જેવો અભૂતપૂર્વ ઉત્સાહ દેખાયો
  • પરિણામની તાલાવેલીએ કોઇને મત ગણતરી કેન્દ્ર પરથી હટવા ન દીધા

સુરત જિલ્લાના 9 તાલુકાઓની 407 ગ્રામપંચાયતની રવિવારે ચૂંટણીમાં ઉમેદવારોના ભાવિ શીલ થયા હતા. મંગળવારે દરેક તાલુકા મથકે સવારે 9 વાગ્યાથી મતગણતરી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શરૂ થઈ હતી. જેમાં મોડી સાંજ સુધી 318 ગ્રામપંચાયતોની મતગણતરી પૂર્ણ થતાં, પરિણામ જાહેર કરાયા હતા. મોડી સાંજે 89 ગ્રામપંચાયતની ચૂંટણીની મત ગણતરી ચાલી રહી હતી. પલસાણા, માંગરોળ અને ચોર્યાસી તાલુકાની માત્ર 1 ગ્રામપંચાયતની મતગણતરી બાકી રહી હતી. મહુવા તાલુકાની 29 ગ્રામપંચાયતની મતગણતરી મોદી સાંજે બાકી હતી. બેલેટ પેપરના કારણે ઘણું મોડું થઈ રહ્યું છે.

બારડોલી બીએબીએસ હાઈસ્કૂલમાં મતગણતરી દરમિયાન મોટી સંખ્યામાં ઉમેદવારો તથા ટેકેદારો બહાર પરિણામની વાટ જોતા જોવા મળ્યા હતા.
બારડોલી બીએબીએસ હાઈસ્કૂલમાં મતગણતરી દરમિયાન મોટી સંખ્યામાં ઉમેદવારો તથા ટેકેદારો બહાર પરિણામની વાટ જોતા જોવા મળ્યા હતા.

મોડી રાત્રી સુધી મતગણતરી ચાલશે.ઓલપાડ તાલુકાની 61 ગ્રામપંચાયતની ચૂંટણીમાં 52માં મતગણતરી થઈ છે, રાત્રે 9 ગ્રામપંચાયતની મતગણતરી ચાલુ હતી. કામરેજ તાલુકાની 42 ગ્રામપંચાયતની ચૂંટણીમાં 38માં મતગણતરી પૂર્ણ થઈ છે. 4ની ગણતરી ચાલુ હતી. બારડોલી તાલુકાની 45 ગ્રામપંચાયતની ચૂંટણીમાં 36માં મતગણતરી પૂર્ણ થઈ હતી. 9 ગ્રામપંચાયતો બાકી રહી હતી. મહુવા તાલુકાની 47 ગ્રામપંચાયતની ચૂંટણીમાં માત્ર 18ની જ મતગણતરી પૂર્ણ થઈ હતી. 29 ગ્રામપંચાયત બાકી હતી. માંડવી તાલુકાની 75 ગ્રામપંચાયતની ચૂંટણીમાં 53માં મતગણતરી પૂર્ણ થઈ હતી.

22 ગ્રામપંચાયની બાકી રહેતા મોડી રાત્રી સુધી કામ ચાલશે. ઉમરપાડા તાલુકાની 33 ગ્રામપંચાયતની ચૂંટણી બાદ 20 ગ્રામપંચાયતની મતગણતરી પૂર્ણ થઈ હતી, 13 ગ્રામપંચાયતની મતગણતરી બાકી રહી છે. પલસાણાની 29માંથી 28 ચોર્યાસીની 22માંથી 21 અને મંગરોળમાં 53માંથી 52માં મતગણતરી પૂર્ણ થઈ હતી, ત્રણે તાલુકામાં માત્ર 1-1 ગ્રામપંચાયતની મત ગણતરી આ લખાય છે ત્યાં સુધી બાકી હતી.

ઉમેદવાર 6 માસના બાળક સાથે મતગણતરીમાં આવ્યા
બારડોલી તાલુકાના વઢવાણીયા ગામે સરપંચના ઉમેદવાર તરીકે ઉમેદવારી કરનાર આરતીબેન નિલેશભાઈ રાઠોડ મતગણતરીના દિવસે બારડોલી બીએબીએસ હાઇસ્કુલમાં મતદાન મથક પર પોતાન 6 માસના દીકરાને લઈને આવ્યા હતા.

રાયમમાં વોર્ડ નં.5ના સભ્યના ઉમેદવારને માત્ર 1 મત મળ્યો
બારડોલીના રાયમ ગ્રામપંચાયતની ચૂંટણીમાં રવિવારે ચૂંટણી થયા બાદ, મંગળવારે ઉમેદવારોની પેટી ખુલી હતી. જેમાં ગ્રામ પંચાયતના વોર્ડ નં.5ના સભ્યના ઉમેદવાર ધર્મિષ્ઠાબેન કટારીયાને 1 જ મત મળ્યો હતો. વિર્ડમાંથી બીજા એક પણ મત આપ્યા ન હોવાથી કારમી હાર સહન કરવી પડી હતી.

ભૂતપોર ગામમાં વાર્ડ સભ્યના ઉમેદવારને એકપણ મત ન મળ્યો
પલસાણાના ભૂતપોર ગામે વોર્ડ નંબર 1ના ઉમેદવાર રંજનબેન રાઠોડ તેમજ હરીશભાઈ રાઠોડ વચ્ચે ટાઈ થતા ચિઠ્ઠી ઉછ‌ળી હતી જેમાં રંજનબેનનું નામ ખુલ્યું હતું. આજ ગામના 5 નંબરના વોર્ડમાં દિપક પટેલને 65 મત મળ્યા હતા તો સામેના ઉમેદવાર હરીશભાઈ ગોપાળભાઈ પટેલને એકપણ મત મળ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...