તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:બારડોલી ડેપોના વરસાદી પાણીથી ત્રસ્ત રાજીવ નગરના રહીશો દ્વારા ડેપો પર જ વિરોધ પ્રદર્શન

બારડોલી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
બારડોલી એસટી ડેપો પર વિરોધ નોંધાવતા રાજીવ નગરના રહિશો. - Divya Bhaskar
બારડોલી એસટી ડેપો પર વિરોધ નોંધાવતા રાજીવ નગરના રહિશો.
  • ડેપો મેનેજર અને પાલિકાએ નિરાકરણની ખાત્રી આપતા મામલો થાળે

બારડોલી એસટી ડેપોના વરસાદી પાણીને કારણે વર્ષોથી હાલાકી ભોગવતા રાજીવનગરના રહિશોએ બારડોલી ડેપો પર પહોંચી વિરોધ નોંધાવ્યો હતો.રાજીવ નગરના રહીશોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસાની સિઝનમાં બસ સ્ટેશનમા સંગ્રહ થતું વરસાદી પાણીનો કોઈ યોગ્ય નિકાલ ન થતાં સોસાયટીમાં નિકાલ થાય છે અને સોસાયટી નીચાણવાળા વિસ્તારમાં આવેલી હોવાથી લોકોના ઘરોમાં પણ આ પાણી ભરાઈ જવાના બનાવો ભૂતકાળમાં બન્યા છે. વધુમાં રહીશોના જણાવ્યા મુજબ ગંદકીવાળું વરસાદી પાણી રહેણાક વિસ્તારમાં આવતું હોવાથી રોગચાળો ફેલાવાનો પણ ભય રહેતો હોય છે.

ઘણા વર્ષોથી પાલિકા તેમજ એસટી વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં ગુરુવારે રહીશો હાથમાં બેનરો લઈ લિનિયર બસસ્ટેશન આવી વિરોધ પ્રદર્શન કર્યો હતો. ડેપો મેનેજરને લેખિત રજૂઆત પણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ ડેપો મેનેજર તેમજ નગરપાલિકાના બાંધકામ વિભાગના અધિકારી આવી રહીશોને વહેલી તકે સમસ્યાનું નિવારણ લાવવા ખાત્રી આપી હતી, અને આખરે મામલો થાળે પડ્યો હતો.

વરસાદી પાણીના નિકાલ લાઇન બનાવાશે
બસ સ્ટેન્ડનું વરસાદી પાણીનો નિકાલ માટે લાઈન કરી વરસાદી પાણીની લાઈનમાં જોડાણ આપવા માટેની કવાયત શરૂ કરી છે, સર્વે કરી આ દિશામાં કામ કરી શકાય. > સુમિત ગાવીત, એન્જીનીયર, બાંધકામ વિભાગ, નગરપાલિકા બારડોલી

અન્ય સમાચારો પણ છે...