તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય:વરિયાળીના પાકને ફૂગથી બચાવવા માટે સંશોધન ગ્રાંટ

બારડોલી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બારડોલી માલીબા બાયો ટેકનોલોજી વિભાગનો પ્રોજેક્ટ

ઊકા તરસાડીયા યુનિવર્સિટી ખાતે સી.જી. ભકતા બાયોટેક્નોલોજીના માઈક્રોબાયોલોજી વિભાગ ખાતે વિવિધ પ્લાન્ટસ મૅગ્સ, બાબતે સંશોધનો ચાલી રહેલ છે. ડો. ગોપાલ ગૌપાલ દ્વારા ગુજરાત સરકાર ખાતે વરિયાળીના પાકને ફગ્સ મુક્ત બનાવવા માટે નવી જાત વિકસાવવા માટે પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. સરકારના ખેડૂત માટે ખૂબ જ પ્રોત્સાહિક નિતિ રહી છે. ગુજરાત સરકાર દ્વારા રૂા. 15 લાખની ગ્રાંટ સહાય બાયોટેક્નોલોજી વિભાગનાં આપવામાં આવી છે. આ સંશોધન થકી વરિયાળી પાક ફંગસ મુક્ત બની શકશે એમ બાયોટેકનોલોજી વિભાગનાં વડા ડો. ક્રિષ્નામૂર્તિ એ જણાવ્યું છે.

ડો. ક્રિષ્નામૂર્તિ નેતૃત્વ હેઠળ સરગવાની સીગ પર મહત્વના સંશોધનો ઊકા તરસાડીયા યુનિવર્સિટી ખાતે ચાલી રહેલ છે. દક્ષિણ ગુજરાતની સૌ પ્રથમ શરૂ થયેલા બાયોટેકનોલોજી કોલેજ આજે રીસર્ચમાં ગુજરાત ખાતે મોખરાનું સ્થાન ધરાવે છે.ઉકા તરસાડીયા યુનિવર્સિટીના મેનેજમેન્ટ દ્વારા સંશોધન પ્રવૃત્તિને ખૂબ પ્રોત્સાહન આપવામાં આવે છે. યુનિવર્સિટીના કુલપતિ ડો. દિનેશ આર. શાહ, ઉપપ્રમુખ કિરીટભાઈ પટેલ અને રીસર્ચ ડીન ડો. શૈલેષ શાહે, બાયોટેકનોલોજીના ડિરેક્ટર આર. ક્રિષ્નામૂર્તિ પ્રોજેકટ ટીમ ડો ગોપાલ જી ગોપાલ, ડો. અભિષેક શર્માને મળેલ સિધ્ધિ બદલ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...