રાહત:જિલ્લામાં બીજા દિવસે પણ કોરોનાથી કોઇ મોત નહીં

બારડોલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શનિવારે નવા 26 કેસની સામે 54 દર્દી ડિસ્ચાર્જ થયા

સુરત જિલ્લામાં કોરોના સંક્રમણ ઓછુ થઈ રહ્યું છે. સાથે આજે બીજા દિવસે કોરોનાને કારણે કોઈ મોત નોંધાયુ નથી. છેલ્લા 24 કલાકમાં 26 પોઝિટિવ, 54 નેગેટિવ નોંધાયા છે. સુરત જિલ્લામાં કોરોના સંક્રમણ કાબૂમાં આવતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. કોરોનાની બીજી લહેરમાં મોતની સંખ્યામાં ધરખમ વધારો નોંધાયો હતો. જ્યારે આજે બે દિવસથી કોરોનાને કારણે કોઈ પણ દર્દીનું મોત નીપજ્યું નથી.

શનિવારે છેલ્લા 24 કલાકમાં 26 કોરોના સંક્રમિત નોંધયા છે. જેની સાથે 31814 લોકો સંક્રમીત થયા છે. જ્યારે 54 લોકોએ કોરોનાને માત આપતાં જિલ્લામાં અત્યાર સુધીમાં 30627 લોકોએ કોરોનાને માત આપી ઘરે પરત ફર્યા છે. દિન પ્રતિદન ડિસ્ચાર્જ દર્દીની સંખ્યામાં વધારો થયાં હાલ જિલ્લામાં કુલ 712 દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યાં છે.

શનિવારે નોંધાયેલા કેસ

તાલુકોઆજેકુલ
ચોર્સાયી05093
ઓલપાડ64228
કામરેજ55864
પલસાણા13553
બારડોલી15061
મહુવા42357
માંડવી42184
માંગરોળ53163
ઉંમરપાડા0311
કુલ2631814
અન્ય સમાચારો પણ છે...