તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના કાળ:રાહત: કોરોના કેસ ઘટીને 227 પર આવ્યા, ચિંતા: મેમાં બીજી વખત સૌથી વધુ 6 મોત

બારડોલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સુરત જિલ્લામાં 33 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ ગુરુવારે નોંધાયા

સુરત જિલ્લામાં કોરોના કેસ ઘટી રહ્યા છે. પરંતુ મોતનો સીલસીલો યથાવતછે. જિલ્લામાં ગુરૂવારે કોરોનાના 227 કોરોનાના નવા દર્દીઓ નોંધાતા કુલ સંક્રમીતો ની સંખ્યા 28701 થઈ છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 358 દર્દીઓ સજા થતા કુલ 25394 લોકો રિકવર થયાછે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 6 દર્દીઓના મોત થયા છે જેમાં 38 વર્ષીય મહિલા બારડોલી 70 વર્ષીય મહિલા બારડોલી 52 વર્ષીય મહિલા કામરેજ 85 વર્ષીય પુરુષ મહુવા 52 વર્ષીય મહિલા માંડવી 52 વર્ષીય પુરુષ પલસાણાનો સમાવેશ થાય છે.

ગુરૂવારે 35 કેસ સાથે ઓલપાડ ટોપ પર

તાલુકોકેસકુલ
ચોર્યાસી104901
ઓલપાડ353668
કામરેજ335503
પલસાણા163322
બારડોલી304559
મહુવા291770
માંગરોળ342811
ઉમરપાડા1288
કુલ22728701

​​​​​​​

બારડોલીમાં 10 દિવસથી રોજના 15 જેટલા સફાઇ કામદારો ગેરહાજર
બારડોલી નગરના આરોગ્ય વિભાગમાં 150 જેટલા કામદારો ડોર ટુ ડોર ઘનકચરો કલેક્શન, રોડ સફાઈકામ, ખાડી સફાઈ કામ સહિતની કામગીરી કરવામાં આવે છે. છેલ્લા દસેક દિવસથી રોજના 15થી વધુ કામદારો આવતા નથી. અમુકને બીમારી તો, અમુક કોરોનાનો ભયના કારણે કામ પર આવતા નથી. જેના કારણે નગરના આરોગ્યલક્ષી કામો પર અસર થઈ રહી છે. નગરના રસ્તાની સફાઈ, ખાડીની સફાઈ જેવી કામગીરીને ખોરવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...