તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાના કહેર બાદ રિકવરીની મહેર:સુરત જિલ્લામાં નવા કેસમાં ઘટાડો અને સાજા થનારાની સંખ્યામાં વધારાથી રાહત ,બુધવારે નવા 264 કેસ સામે 336 રિકવર

બારડોલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લામાં બુધવારે કોરોનાના નવા 264 કેસ નોંધાતા કુલ સંક્રમિતોનો આંકડો 28474 પર પહોંચ્યો છે. જ્યારે બારડોલીના ઉમરાખના 70 વર્ષીય વૃદ્ધ, અકોટીના 48 વર્ષીય મહિલા, માંડવીના ખેંગાર સ્ટ્રીની 34 વર્ષીય મહિલા, ચોર્યાસીના વાંઝ ગામની 45 વર્ષીય પુરુષ અને માંગરોળ તાલુકાના કોસંબા ગામના 65 વર્ષીય વૃદ્ધે મ‌ળી વધુ 5 દર્દીએ કોરોનાને લીધે જીવ ગુમાવ્યો છે. જેની સાથે કોરોનાથી મોતનો આંકડો 395 પર પહોંચ્યો છે.

આખરે 24 કલાક ધમધમતી સગડીઓને આરામ મળ્યો
બારડોલીમાં કોરોનાથી એપ્રિલમાં 192 દર્દીના મોત થતાં સ્મશાનની સગડીઓ સતત ધમધમતી રહી હતી પરંતુ ધીમે ધીમે કહેર ઓછો થતા હાલ તેને આરામ મળી રહ્યો છે. ત્યારે સ્મશાનમાં શાંતી ટકી રહે તે માટે કોવિડ ગાઇડલાઇનનું ચુસ્ત પાલન જરૂરી છે.

25000+ લોકોએ કોરોનાને ધૂળ ચટાડી દીધી
​​​​​​​​​​​​​​
સુરત જિલ્લામાં એપ્રિલ મહિનામાં કોરોનાએ કહેર મચાવ્યો હતો અને દૈનિક કેસ 500 સુધી પહોંચી ગયા હતા. પરંતુ જે બાદ મે મહિના પ્રારંભથી નવા કેસમાં ક્રમશ: ઘટોડો જોવા મળ્યો હતો. છેલ્લા 5 દિવસથી નવા કેસની સંખ્યા 260ની આજુબાજુ રહે છે. જેની સામે કોરોનાને માત આપી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાઇ રહ્યો છે.બુધવારે પણ નવા કોરોનાના નવા 264 કેસ સામે 336 દર્દી સાજા થઇ ઘરે પરત ફરતા જિલ્લામાં આજદિન સુધીમાં કોરોનાને માત આપનારાઓની સંખ્યા 25000ને પાર કરીને 25036 પર આંકડો પહોંચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...