તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ઉમરાખમાં દારૂ કાર્ટિંગ વેળા રેડ, 4 વાહન સાથે 35.85 લાખનો મુદ્દામાલ કબજે, 1 બુટલેગર પકડાયો, 16 વોન્ટેડ જાહેર

બારડોલી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

સુરત જિલ્લાના પલસાણા, કડોદરા તથા બારડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમા હતી. આ સમયે પોલીસ ઇન્સપેકટર બી.કે.ખાચર તથા હે.કો. કેતનભાઇ મનુભાઇને ખાનગી બાતમીદારથી ચોક્કસ હકિકત મળેલ કે ગંગાધરા ખાતે રહેતા લિસ્ટેડ બુટલેગર સલામ અબ્દુલ હનિફ શા તથા કલામ અબ્દુલ હનિફ શા એક ટ્રકમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી ઉમરાખ ગામની સીમમાં મલથાણા ફળિયા તરફ જતા રોડ પર માઇનોર નહેર પાસે ટ્રકમાંથી દારૂનો જથ્થો ઉતારી અન્ય વાહનોમાં સગેવગે કરી રહ્યા છે

જેથી સ્થળ પર રેડ કરતાં વિદેશીદારૂ સગે-વગે કરતા 4 વાહનો તથા 1 બુટલેગરને પકડી પાડવામાં આવ્યા હતા. અન્ય પોલીસની રેડ જોઈ ભાગી ગયા હતા. પોલીસે સ્થળ પરથી 10 હજારથી વધુ દારૂની બોટલ જેની કિંમત 14 લાખથી વધુનો જથ્થો કબજે કર્યો હતો. અને 17 સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

પકડાયેલ આરોપી : સલામ અબ્દુલ હનિફ શા (51) (રહે. ગંગાધરા રેલ્વે ફાટક પાસે)

વોન્ટેડ : કલામ અબ્દુલ નિક શા (51) ( પલસાણા) , રમેશ ઉર્ફે માઇકલ પટેલ (દમણ) , બાબુ શાહ ઉર્ફે બાબુ મારવાડી (બારડોલી) , છગન મારવાડી (પલસાણા) , પવનકુમાર અગ્રવાલ (બારડોલી) , જયેશ ઉર્ફે બોબી રાઠોડ (બારડોલી) , રાકેશ ઉર્ફે રોકી મહાજન (બારડોલી) , મુનાફ અન્સારી (બારડોલી) , કૌશીક ઉર્ફે લુલીયો (બારડોલી) , આમીન (બારડોલી) , મુકેશ ઉર્ફે ગુલીથી પરમાર (પલસાણા) , સોપાલસિંગ રાજપુત (ચલથાણ) , વિરલ પટેલ (પલસાણા) , નીતાબેન પટેલ (બલેશ્વર) , દારૂ ભરેલ ટ્રક કડોદરાથી લાવનાર ડ્રાઇવર મંગલ વસાવા (ગંગાધરા) - દમણથી કડોદરા સુધી ટ્રક ભરી લાવનાર ડ્રાઇવર

કબજે કરાયેલ મુદ્દામાલ : ટીન બિયર તથા દારૂની બાટલીઓ કિંમત 14,85,600 , ટ્રક નંબર- RJ-52-GA-2844 કિમત 15, 00, 000 , કાર નંબર-GJ-05-JB-1961 કિંમત 2,50,000 , Sx4 કાર નંબર-GJ-5-CL-8470 કિમત 2,00,000 , કાર નંબર-GJ-21-M-4712 કિંમત 1,50,000 , કુલ કિમત 35,85,600

અન્ય સમાચારો પણ છે...