તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાશકારો:ફરી સંક્રમણ પર રિકવરી હાવી : રવિવારે કોરોનાના 274 સામે 288 દર્દી સાજા થયા

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરત જિલ્લામાં સતત બીજા દિવસે કોરોના કેસ 300ની અંદર
  • માંડવીના 28 વર્ષીય યુવક સહિત વધુ 5 દર્દીઓના મોત

સુરત જિલ્લા માટે રવિવાર પીડાદાયક રહ્યો હતો. કોરોનાની સારવાર લઈ રહેલા 5 દર્દીને કોરોના ભરખી ગયો હતો. જોકે રાહતમાં કોરોનાના નવા દર્દી 274 નોંધાયા હતા. જેમાં સૌથી વધુ 56 દર્દીઓ બારડોલી તાલુકામાં નોંધાયા છે. સૌથી ઓછા કોરોના દર્દીઓ ઉમરપાડા તાલુકામાં 6 નોંધાયા હતા. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પોઝિટિવની સરખામણીમાં 288 દર્દીઓ સાજા થતાં કુલ 23, 950 દર્દીઓ કોરોના સામે જંગ જીતી ગયા છે.

રવિવારે નોંધાયેલા કેસ

ચોર્યાસી224816
ઓલપાડ333538
કામરેજ385375
પલસાણા273259
બારડોલી564400
મહુવા261623
માડવી371752
માંગરોળ292646
ઉમરપાડા6267
કુલ27427676

તો કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 27,676 થઈ છે. જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં બારડોલી 49 વર્ષીય પુરુષ, કામરેજમાં 54 વર્ષીય મહિલા, માંડવીમાં 75 વર્ષીય મહિલા, માંડવીના ટિટોઇ ગામનો 28 વર્ષીય યુવક, ઓલપાડનો 55 વર્ષીય પુરુષ, મળી જિલ્લામાં 5 મોત થયા છે. હાલ 3344 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ રાખવામા આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...