તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહતનો રવિવાર:સુરત જિલ્લામાં એક દિવસમાં રેકોર્ડબ્રેક 602 દર્દી રિકવર થયા

બારડોલી12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાના નવા 389 કેસ મળ્યા, 4 દર્દીના મોત

સુરત જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કોરોના દર્દીઓની સામે સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. 389 નવા પોઝિટિવ દર્દીઓ સામે 602 દર્દીઓ કોરોને માત આપી હતી. જોકે બીજી તરફ સુરત જિલ્લામાં 4 દર્દીને કોરોના ભરખી ગયો હતો. જિલ્લામાં કુલ કોરોના સંક્રમિતની સંખ્યા 25,430 થઈ છે, જ્યારે કુલ 21,342 દર્દીઓ કોરોના સામેની જંગ જીત્યા છે. જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં 41 વર્ષીય મહિલા કામરેજ, 48 વર્ષીય પુરુષ અને 45 વર્ષનો યુવક માંગરોળ અને 80 વર્ષીય વૃદ્ધ ઓલપાડ સાથે જિલ્લામાં કુલ મૃત્યુ આંક 354 થયો છે તો 3734 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ રાખવામા આવ્યા છે.

રવિવારે નોંધાયેલ કેસ
તાલુકો કેસ કુલ

ચોર્યાસી 35 4576
ઓલપાડ 59 3243
કામરેજ 58 5059
પલસાણા 46 3044
બારડોલી 54 4078
મહુવા 36 1365
માંડવી 48 1496
માંગરોળ 49 2363
ઉમરપાડા 04 204
કુલ 389 25430

કીમમાં મુકાયું ‘ડ્યુરા ઓક્સિજન સિલિન્ડર’
કોરોનાને લઇ હાલ ઠેર-ઠેર ઓક્સિનજની તંગી વર્તાઇ રહી છે. ત્યારે કીમની સાધના હોસ્પિટલમાં સેવાભાવી લોકોના સહયોગથી ડ્યુરા ઓક્સિજન સિલિન્ડર મુકાયું હતું. જેમાંથી અંદાજે 30 જેટલા સિલિન્ડર રિફિલ કરી શકાય છે.જે કોવિડના દર્દીઓ માટે આર્શિવાદરૂપ બનશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો