હોમગાર્ડ જવાનોનું સન્માન કરાયું:પલસાણામાં ફરજ બજાવતા જવાનોનો સત્કાર સમારોહ-રક્તદાન શિબિર યોજાઈ; 32 જવાનોને નિમણૂંકપત્ર અપાયા

બારડોલીએક મહિનો પહેલા

સ્વામિનારાયણ વિશ્વ વિદ્યાપીઠ કડોદરા ખાતે 32 જવાનોને નિમણૂંક પત્ર એનાયત કરવાનો અને રક્તદાન શિબિરનો કાર્યક્રમ આજે રવિવારે સવારે યોજાયો હતો. આ સિવાય પલસાણા તાલુકામાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનોનો સત્કાર સમારંભ પણ યોજવામાં આવ્યો હતો.

32 હોમગાર્ડ જવાનોને નિમણુંકપત્ર અપાયા
પલસાણા તાલુકામાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનોનો સત્કાર સમારંભ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ડૉ. પ્રફુલ સિરોહિયાની અઘ્યક્ષતામાં આજે રવિવારે સવારે સ્વામિનારાયણ વિશ્વ વિદ્યાપીઠ કડોદરા ખાતે યોજાયો હતો. જેમાં નવા જોડાયેલા 32 હોમગાર્ડ જવાનોને નિમણૂંક પત્ર આપવામાં આવ્યા હતા. ઉપરાંત કડોદરા ખાતે ફરજ બજાવતા હોમગાર્ડ જવાન સમીર ઝૂબેરખાન પઠાણનું અકાળે અવસાન થતાં પત્ની સબાનાબેનને હોમગાર્ડ વેલફેર ફંડમાંથી રૂપિયા એક લાખ 55 હજારનો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો હતો. સાથે સાથે લોક સમર્પણ રક્તદાન બેન્કના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કડોદરાના સ્વામિનારાયણ વિશ્વ વિદ્યાપીઠના સ્થાપક કે.પી.શાસ્ત્રીજીએ આશીર્વચન આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...