તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંજૂરી:દુર્લભ પટેલ કેસ: રાજુ ભરવાડના વચગાળાના જામીન નામંજૂર

બારડોલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પત્નીની સારવાર માટે અરજી કરી હતી

માંડવીના ખંજરોલી ગામે જલારામ સ્ટોન ક્વોરીના વ્યવસાય સાથે સંકળાયેલા સહકારી અગ્રણી દુર્લભભાઈ પટેલના આત્મહત્યા પ્રકરણમાં સ્યુસાઈડ નોટના આધારે 10 વ્યક્તિ સામે આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો હતો. જે પૈકી આરોપી રાજુ ભરવાડે પત્નીની સારવાર માટે વચગાળાની જામીન અરજી બારડોલી સેસન્સ કોર્ટમાં રજૂ કરેલ હતી. જેને કોર્ટે ફગાવી હતી.સ્યુસાઈડ નોટને આધારે પોલીસે 10 આરોપી લક્ષ્મણસિંહ બોડાણા (પીઆઈ), રાજુ ભરવાડ, હેતલ દેસાઈ, ભાવેશ સવાણી, કનૈયા નરોલા, કિશોક કોશિયા, વિજય શિંદે, મુકેશ કુલકર્ણી, અજય ભોપાલા અને કિરણસિંહ (પોલીસ રાઈટર) વિરુદ્ધ આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો.

અગાઉ પણ રાજુ ભરવાડની 2 જામીન અરજી કોર્ટે રદ કરી હતી.ગત દિવસોમાં રાજુ ભરવાડે પોતાની પત્નીને સ્વાસ્થ્યને લગતી તકલીફ હોવાનું જણાવી અરજી કરી હતી કે, પત્નીને હોસ્પિટલ લઈ જવા અને રિપોર્ટ કઢાવવા માટે ઘરમાં કોઈ નથી જેથી તેને 20 દિવસના વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવે. આ અરજી સામે સરકારી વકીલ જિતેન્દ્ર પારડીવાલાએ દલીલો કરી હતી કે, ડોક્ટરના નિવેદનમાં દર્દીને ઈમરજન્સી હોય તેવું જણાતું નથી.

3 માર્ચે હોસ્પિટલમાં ગયા બાદ તેઓ ફરી ગયા નથી. અરજદારને જામીન પર મુક્ત કરાય તો તે ફરી ગુનો કરે અથવા કરાવી શકે તેમજ નાસી જાય તેવી પ્રબળ શક્યતા પણ રહેલી છે. પુરાવા સાથે ચેડા પણ કરી શકે છે. તેથી આરોપીને જામીન મુક્ત કરવો હિતાવહ નથી. દલીલો બાદ કોર્ટે રાજુ લાખા ભરવાડના વચગાળાની જામીન અરજી ના મંજૂર કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો