રેડ:કડોદરાના શ્યામ આર્કેડમાં ચાલતા કૂટણખાના પર રેઇડ, ત્રણ ઝડપાયા

પલસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કુટણખાનાના સંચાલકો, લલના અને ગ્રાહકની અટક કરવામાં આવી હતી. - Divya Bhaskar
કુટણખાનાના સંચાલકો, લલના અને ગ્રાહકની અટક કરવામાં આવી હતી.
  • બહારથી લલનાઓ બોલાવી કરાવાતો હતો દેહવેપાર

પલસાણા તાલુકામાં વધુ એક કુટણખાનું પકડાયું છે. થોડા દિવસ અગાઉ તાંતીથૈયાથી એક કૂટણખાનું ઝડપી પાડવામાં આવ્યું હતું. કડોદરા નગરમાં પણ દુકાન ભાડે રાખીને પાર્ટીશન પાડીને દેહવિક્રયનો વેપલો પકડાયો છે. બહારથી લલનાઓને બોલાવી ગ્રાહક દીઠ 1000 રૂપિયા લઈ વ્યાપાર ચલાવવામાં આવતો હતો. પોલીસે ઘટના સ્થળેથી એક ગ્રાહક સહિત 3 વ્યક્તિને ઝડપી પાડ્યા છે. રૂમ ભાડે આપનાર માલિક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી, વોન્ટેડ જાહેર કરી કુલ 13,400નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પલસાણા તાલુકાનું ઔદ્યોગિક હબ ગણાતા કડોદરા પંથકમાં દેહવિક્રયનો વ્યાપારએ કઈ નવી વાત નથી. થોડા દિવસ અગાઉ જ તાતીથૈયા વિસ્તારમાં ભગવાન નામના શખ્સના કૂટણખાના પર રેડ કરી ગ્રાહકને ઝડપી પાડ્યો હતો. અગાઉ પણ આ વિસ્તારમાં સ્થાનિક પોલિસ રેડ કરી દેહવિક્રિયના ધંધાનો પર્દાફાશ કરી ચુકી છે. ગતરોજ કડોદરા પોલીસના પ્રોબેશન એ.એસ.પી.બીશાખા જૈનને મળેલી બાતમી આધારે કડોદરા પોલીસની ટીમે કડોદરા ખાતે આવેલ શ્યામ આર્કેડ કોમ્પ્લેક્ષમાં બીજા માળે દુકાન નંબર 220 માં રેડ કરી હતી. જે દરમિયાન પોલીસે અહીં અન્ય રાજ્યમાંથી આવેલી 2 યુવતીને દેહવિક્રયના વ્યવસાયમાંથી છોડાવી હતી.

પોલીસે રેડ દરમિયાન ગ્રાહક એવા જીવણભાઈ સોરઠીયા (રહે, પૂણા ગામ) તેમજ આ દેહવિક્ર્યનો વ્યવસાય ચલાવનાર સૈદુલ હસીમ રૂસ્ટમ શેખ (રહે, કડોદરા સરગમ સોસાયટી) તેમજ ધર્મેશકુમાર ગણપત ચૌધરી (રહે, વરેલી ગામ, મૂળ રહે, યુ.પી) ને ઝડપી પાડ્યા હતા. કૂટણખાનું ચલાવનાર ગ્રાહક દીઠ 1000 વસૂલતો હતો. અને ગ્રાહક દીઠ 300 રુપિયા પ્રમાણે યુવતીઓને સાંજે હિસાબ કરી આપતો હતો. આમ સૈદુલ સહિત તેમના માણસો પોતાના અંગત સ્વાર્થ માટે રૂપિયા કમાવવા કુટણખાનું ચલાવતો હોવાનું ખુલ્યું હતું. કડોદરા પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી કુલ રૂ. 13,400નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કડોદરા પોલીસે સંચાલકનો નંબર મેળવી ફોન કરી એક ડમી ગ્રાહક મોકલ્યો હતો, જે ગ્રાહકને દલાલોએ શ્યામ આરકેડ નજીક બોલાવ્યા હતો. મોબાઈલમાં ફોટા બતાવી બાદ પસંદગીના પ્રમાણે પૈસા વસૂલી ગ્રાહકને ત્રીજા માળે મોકલ્યો હતો. ડમી ગ્રાહક દુકાનમાં બનાવેલા પાર્ટીશન વાળી રૂમમાં પહોંચતા જ પોલીસની ટીમને એલર્ટ કરી રેડ કરી હતી. કુટણખાનાનો સંચાલક કોમ્પલેક્ષના ત્રીજા માળે આવેલા દુકાનમાં લાકડાનું પાર્ટીશન બનાવી બે રૂમ બનાવ્યા હતા.હોટલ સંચાલક વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો કડોદરા ખાતે આવેલ શ્યામ આર્કેડ કોમ્પ્લેક્ષમાં આવેલ એક હોટલના રૂમમાંથી કૂટણખાનું ઝડપાયું છે.

આ ઘટનામાં કોમ્પ્લેક્ષમાં રુદ્રજ્યોત હોટલ ચલાવનાર યોગેશ વશરામભાઈ પટેલ (રહે, રત્નસાગર સોસાયટી, કાપોદરા, એસ.એમ.સી.પાર્ટી પ્લોટની બાજુમાં, વરાછા રોડ, સુરત શહેર) કે જેમણે રૂમ ભાડે રાખનાર ગ્રાહકોના આધાર પુરાવા ન રાખી રૂમ ભાડે આપી જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરતાં કડોદરા પોલીસે યોગેશ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કડોદરા નગર તેમજ આસપાસ આવેલી સંખ્યાબંધ ગેસ્ટ હાઉસ કોઈ પણ આધાર પુરાવા કે રજીસ્ટર મેઇન્ટેન કર્યા વિના નજીવી કિંમતે રૂમ આપે છે.

અન્ય સમાચારો પણ છે...