કામરેજમાં બસસ્ટેન્ડ નિર્માણ પામશે:પુર્ણેશ મોદી હસ્ત અદ્યતન સુવિધાઓથી સજ્જ બસસ્ટેન્ડનાં નવીનીકરણનું ખાતર્મુહુત કરાયું

બારડોલીએક મહિનો પહેલા

ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર અને નાગરીક ઉડ્ડયન મંત્રી પુર્ણેશ મોદીના હસ્તે કામરેજ ખાતે બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરાયું હતું. કામરેજ ખાતે જુના બસ્ટોપને નવીનીકરણ કરવાને લઈ છેલ્લા ઘણા સમયથી સ્થાનિક લોકોમાં માંગ ઉઠી હતી, ત્યારે તે માંગ પુરી થતા આજે બસસ્ટેન્ડનાં નવીનીકરણનું ખાતર્મુહુત કરવામાં આવ્યું હતું.

સારી સુવિધા યુકત બસ સ્ટેશન મળશે
આજે ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર, નાગરીક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પુર્ણેશ મોદી સુરત જિલ્લાના પ્રવાસે આવ્યા હતા. કામરેજ ખાતે આવેલ જુના બસ સ્ટોપને નવીનીકરણ કરવાનું નક્કી કરાયું હતું અને એજ જગ્યાએ મોટું અને અદ્યતન બસ સ્ટોપ નિર્માણ થનાર છે. રાજ્ય સરકાર દ્વારા અંદાજીત રૂ.153 લાખના ખર્ચે આ બસ સ્ટોપ તૈયાર કરવામાં આવનાર છે. જેનું આજે મંત્રી પુર્ણેશ મોદીના હસ્તે ખાતમુર્હત કરાયું હતું. રાજયના માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોની સારી સુવિધા યુકત બસ સ્ટેશનોની વ્યવસ્થા મળી રહે એ હેતુ સાથે આયોજન કરાયું હતું. આ પ્રસંગે રાજયકક્ષાના વાહનવ્યવહારમંત્રી અરવિંદ રૈયાણી, સાંસદ પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય વી.ડી.ઝાલાવડીયા, સહિત આગેવાનો હાજર રહ્યા હતા.

અદ્યતન બસસ્ટેન્ડમાં ક્યાં પ્રકારની સુવિધાઓ હશે

 • જમીનનો કુલ વિસ્તાર 5500 ચો.મી
 • બાંધકામ વિસ્તાર 491.88 ચો.મી
 • પ્લેટફોર્મની સંખ્યા 3
 • પ્લેટફોર્મનો વિસ્તાર 109.08 ચો.મી
 • મુસાફરો માટે બેઠક વ્યવસ્થા
 • મુસાફરો માટે વેઇટિંગ હોલ
 • ટ્રાફિક કંટ્રોલ /પાસ રૂમ
 • કેન્ટીન ( કિચન સહીત )
 • વોટર રૂમ
 • પાર્સલ રૂમ
 • ઇલેક્ટ્રિક રૂમ
 • સ્ટોલ 4
 • ડ્રાઇવર કંડકટર રેસ્ટ રૂમ
 • લેડીઝ કંડકટર રેસ્ટરૂમ
અન્ય સમાચારો પણ છે...