મન મૂકીને ખરીદી:વ્યારામાં ગુરુ પુષ્ય નક્ષત્રને કારણે 3 કરોડથી વધુ સોના-ચાંદીની ખરીદી

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લગ્ન સિઝન આવતી હોવાથી સોનાના સિક્કા અને દાગીના બુકિંગ કરાવ્યું

ગુરૂપુષ્યામૃત યોગના કારણે વ્યારા નગરમાં સોના-ચાંદીના વેપારમાં રોનક આવી હતી. તાપી જિલ્લા સહિત વ્યારા નગરમાં આવેલી તમામ સોનાની દુકાનોમાં નગરજનો દ્વારા મન મૂકીને ખરીદી કરી હતી.બીજી તરફ સોનાના સિક્કા અને દાગીના બુકિંગ કરાવી આજના દિવસનો મહિમાનો લાભ ઉઠાવ્યો હતો.

છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે મંદીના માર સહન કરી રહેલા સોના-ચાંદીના વેપારીઓને હાલ બજારોમાં ખરીદી નીકળતા રાહત થઇ હતી. આજે આજે મંગળવાર અને આસો વદ આઠમના રોજ ગુરુપુષ્યામૃત યોગ હોય જેને લઇને સોના-ચાંદીના દાગીના કરવા ખરીદી કરવા એક શુભ મનાય છે. વ્યારા નગરમાં તેમજ તાપી જિલ્લાના વિવિધ તાલુકામાં આવેલી અંદાજિત 40 થી વધુ સોના-ચાંદીની દુકાનમાં આજે ગ્રાહકો દ્વારા ગુરુપુષ્યામૃત યોગહોવાથી તેનોો લાભ લેવા માટે અંદાજિત 3 કરોડ સોના-ચાંદીની ખરીદી કરી હતી. બીજી તરફ આવનાર લગ્નની સિઝનને ધ્યાનમાં લઈને પરિવારજનો દ્વારા સોના, ચાંદીના સિક્કા અને જવેલરીનું બુકીંગ પણ મોટા પાયે બુકીંગ કર્યું હતું.

આ અંગે વ્યારામાં બાલકૃષ્ણ જવેલર્સના શિવમ સોનીએ જણાવ્યું કે કોરોનાના મુશ્કેલી બાદ સોના ચાંદી ની ખરીદીમાં આ વર્ષે સારો રિસ્પોન્સ મળ્યો ગ્રાહકોની ખરીદીમાં વધારો થતા હાલના સમયમાં તમામ વર્ગના વેપારીઓ માટે શુકનવંતુ સાબિત થઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...