નિર્ણયની ઘડી:આજે મતપેટીમાંથી નીકળશે પંચ મૃત

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મહુવાના કાછલની આર્ટ્સ-કોમર્સ કોલેજ. - Divya Bhaskar
મહુવાના કાછલની આર્ટ્સ-કોમર્સ કોલેજ.
  • સુરત જિલ્લામાં 75.93 અને તાપીમાં 83.27 ટકા જેટલા જંગી મતદાન બાદ હવે કાઉન્ટિંગનું કાઉન્ટડાઉન શરૂ

સુરત જિલ્લાના 9 તાલુકાની 407 માંથી 391 ગ્રામ પંચાયતમા યોજાયેલી ચૂંટણીમાં 75.93 ટકા જેટલું જંગી મતદાન નોંધાયું હતું, જ્યારે ઓલપાડ અને ચોર્યાસી તાલુકામાં પુરુષો કરતાં મહિલાઓએ વધુ મતદાન કર્યું હતું. જેમાં સૌથી વધુ 86.63 ટકા ઉમરપાડામાં અને સૌથી ઓછુ 65.61 ટકા કામરેજમાં નોંધાયું હતું.

જંગી મતદાન બાદ આજે સવારે 9 વાગ્યાથી શરૂ કરવા માટે જિલ્લા ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. જિલ્લાના દરેક તાલુકા મથકે મતગણતરી યોજવા માટે સમગ્ર જિલ્લામાં કુલ 9 જગ્યાએ 92 મતગણતરી રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. કુલ 1808 કર્મચારીઓ મતગણતરીમાં હાજર રાખવાનું વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

સુરત જિલ્લાની 391 ગ્રામપચાયતોમાં છૂટાછવાયા છમકલાઓને બાદ કરતાં શાંતિ પૂર્ણ માહોલમાં યોજાયેલ મતદાનમાં 75.93 ટકા કુલ મતદાન થયું હતું . જેમાં જિલ્લાના 1161 સરપંચના ભાવિ મત પેટીમાં સીલ થયા છે. તો કુલ 2539 વોર્ડ સભ્યોની બેઠકમાં 6161 ઉમેદવારોએ પોતાના કિસ્મત અજમાવ્યા છે. જે તમામ ઉમેદવારોએ ચૂંટણી પૂર્ણ થતાં પોતપોતાની જીતના દાવા કરી રહ્યા છે. ત્યારે આજે સવારે 9 વાગ્યાથી ઉમેદવારોના ભાવિનો ફેસલો થવા જઇ રહ્યો છે, જેને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

જિલ્લામાં ગ્રામપંચાયતની ચૂંટણી બેલેટ પેપરથી યોજાતી હોવાથી આ ચૂંટણીની મતગણતરીમાં લાંબો સમય લાગતો હોવાથી જિલ્લા ચૂંટણી પાંચ દ્વારા આગોતરા આયોજનના ભાગ રૂપે મત ગણતરી મથકો પર રાત્રિ સમય માટે લાઇટ તેમજ જનરેટરોની પણ વ્યવસ્થા કરી હોવાનું જાણવા મળે છે. ત્યારે ચૂંટણી પાંચ દ્વારા જિલ્લામાં 9 તાલુકા મથકે 92 મત ગણતરી હૉલ તૈયાર કરી 212 મતગણતરી માટેના ટેબલો ગોઠવી પોલીસ તેમજ આરોગ્ય કર્મચારીઓ મળી કુલ 1808 કર્મચારીઓ ગ્રામપંચાયતોની ચૂંટણીની મત ગણતરીમાં જોડાશે.

સવારે 9 કલાકથી શરૂ થનારી મત ગણતરી માટે આટલો સ્ટાફ તૈનાત
જિલ્લાની 391 ગ્રામ પચાયતોના સરપંચની બેઠક માટેની મત ગણતરીમાં 102 ચૂંટણી અધિકારી 102 મદદનીશ ચૂંટણી અધિકારી સાથે 868 મતગણતરી સ્ટાફ અને 275 વર્ગ 4 આ કર્મચારીઓ સાથે કોરોનાની ગાઈડ લાઇનને ધ્યાને રાખી 103 આરોગ્ય કર્મચારી તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 358 પોલીસ કર્મચારીઓ મળી જિલ્લામાં કુલ 1808 કર્મચારીઓ મત ગણત્રી દરમિયાન કામકાજ સંભાળશે.

જિલ્લામાં તાલુકા પ્રમાણે આ સ્થળે થશે મત ગણતરી

તાલુકાનું નામમત ગણતરી સ્થળ
ચોર્યાસી

એસ.વી સ્કૂલ લેકવ્યૂ ગાર્ડન સામે પિપલોદ સુરત

ઓલપાડ

આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ હાથીસા રોડ ઓલપાડ

કામરેજ

આર્ટસ,સાયન્સ,કોમર્સ કોલેજ ખોલવાડ તા. કામરેજ

પલસાણા

ડી.બી.હાઈસ્કૂલ પલસાણા

બારડોલી

બી.એ.બી.એસ. હાઈસ્કૂલ બારડોલી

મહુવા

ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાછલ તા.મહુવા

માંડવી

માંડવી એજ્યુકેશન ટ્રસ્ટ પ્રાથમિક વિભાગ માંડવી.

માંગરોળ

એસ.પી.એમ મદ્રેસા હાઈસ્કૂલ માંગરોળ

ઉમરપાડા

વિનિયન કોલેજ ઉમરપાડા

અન્ય સમાચારો પણ છે...