કડોદરા GIDC પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારીનેના આપત્તિજનક મેસેજ પ્રકરણમાં અંતે પીએસઆઇ મોરીને સસપેન્ડ કરવાનો હુકમ કરાયા છે. કડોદરા જીઆઇડીસી પોલીસ સ્ટેશનના વિવાદાસ્પદ પીએસઆઇ એ.બી.મોરીએ સોશ્યલ મીડિયાના માધ્યમથી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારીને ગત 15મી એપ્રિલના રોજ આપત્તિજનક મેસેજ મોકલ્યો હોવાના પ્રકરણમાં વિવાદ વકરતા એક મહિલા જીઆરડી પણ સામે આવી પીએસઆઇ મોરીએ તેમને આપત્તિજનક મેસેજ કર્યા હોવાનો ખુલાસો કડોદરા પોલીસ મથકના ઇન્ચાર્જ આઇ.પી.એસ. ASP બિશાખા જૈનને કર્યો હતો.
ત્યારબાદ વિવાદ વકરતા જ જિલ્લા પોલીસવડા હિતેશ જોયસરે આ પ્રકરણમાં રેન્જ આઈ.જી.નું ધ્યાન દોરી ખાતાકીય તપાસનો હુકમ કર્યો હતો. મહિલા પોલીસ કર્મચારી અને જી.આર.ડી. ઉપરાંત અરજદારને પણ સતામણી કરી હોય જે ગંભીર બાબતને લઈ કડોદરા પોલીસ સ્ટેશનના ASP બિશાખા જૈન ગંભીર હતા અને તેમણે બે પાનાંનું વિગતવાર ગુપ્ત રિપોર્ટ જિલ્લા પોલીસ વડાને કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ રિપોર્ટમાં સુરત જિલ્લાની ફરજ દરમ્યાન પી.એસ.આઇ. મોરીએ કરેલા તમામ કારનામાના પાનાં ખુલ્લા કરી નાખ્યા હતા.
જેને પગલે શુક્રવારના રોજ ભાર્ગવ પંડ્યાએ નોંધેલા નિવેદનમાં આ બે મહિલા કર્મચારી તેમજ એક પોલીસ કર્મચારીએ પી.એસ.આઇ મોરીના કારનામા ખુલ્લા કરી દીધા હતા. સાથો સાથ જી.આર.ડી.એ પણ પી.એસ.આઇ. મોરીએ કરેલા મેસેજ અધિકારી સમક્ષ રજૂ કર્યા હતા. જેને પગલે DYSP ભાર્ગવ પંડ્યાએ તાત્કાલિક રિપોર્ટ તૈયાર કરી બંધ કવરમાં જિલ્લા પોલીસ વડાને મોકલી આપ્યા હતા. જિલ્લા પોલીસ વડા પણ મોડીરાત સુધી કચેરીમાં હાજર રહી તાત્કાલિક અસરથી એ.બી.મોરીને સસ્પેન્ડ કર્યા હતા અને સસ્પેન્શનના ઓર્ડરની બજવણી માટે CPI ચૌધરીને આપતા મોડીરાત્રે વડોદરા જઈ સસ્પેન્શનનો ઓર્ડરની બજવણી કરી દીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.