માંગણી:કડોદરા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના પીવાના પાણીની યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરો

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આમ આદમી પાર્ટીની પાણી માટે વ્યવસ્થા માટે કલેક્ટર પાસે માંગણી કરી

કડોદરા નગર વિસ્તારની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 700 કે તેથી વધુ વિધાર્થીઓને પીવાના શુદ્ધ પાણી મળતું ના હોવાથી આમ આદમી પાર્ટીના સુરત જિલ્લા પ્રમુખ રાજુભાઇ સોલંકીની આગેવાનીમાં કડોદરા નગર પ્રમુખ કમલેશભાઈ વાંસફોડા, તેમજ માજી.ધારાસભ્ય પ્રવીણભાઈ રાઠોડએ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી તત્કાલ સુવિધા આપવાની માંગણી કરી હતી.

આવેદનમાં જણાવવા મુજબ કડોદરા નગર વિસ્તારમાં વર્ષોથી સ્થાયી કડોદરા પ્રાથમિક શાળામાં અંદાજીત 700થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ આ બાળકોને પીવા પાણીની સુવિધા પૂરતા પ્રમાણમાં મળતી નથી. સાફ સફાઇમાં લેવામાં આવતા પાણીનો જ પીવાના પાણીના રૂપમાં ઉપયોગ થાય છે. આ પાણીને બોરના માધ્યમથી સ્થિત ટાંકીમાં ભરવાાં આવે છે, અને ટાંકીથી પાણીના પાઇપો થકી નળ દ્વારા તેનો ઉપયોગ સાફ સફાઇ અને પીવાના પાણીના રૂપમાં થાય છે.

આ પાણી પીવાને કારણે ભવિષ્યમાં ઘણાં બાળકોનું સ્વાસ્થય જોખમાય શકે છે, અને ન વિચારેલ અન્ય કોઇ પણ પ્રકારનો રોગ ચાળો ફાટી નીકળવાની પણ સંભાવના બની શકે છે. તો હાલના સમયને ધ્યાનમાં રાખી અને ભષ્યિમાં વિધાર્થીઓના સ્વાસ્થયનાં જોખમાય તે બાબતને ધ્યાને લઇ કડોદરા નગર વિસ્તારની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા કરી આપવા માટે માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...