તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રસીકરણ માટે તૈયારી:વેક્સિન માટે બારડોલી તાલુકાના 1800 હેલ્થવર્કરોના ડેટા તૈયાર, જે બાદ ફ્રન્ટલાઇન વોરિયરો અને વડીલોને પ્રાધાન્ય

બારડોલી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વેક્સિનેશન સુપેરે પાર પાડવા માટે બારડોલીમાં ટાસ્ક ફોર્સનું ગઠન કરાયું

કોરોના વેક્સિન થોડા જ સમયમાં આવી જશે એવી પ્રધાન મંત્રીની જાહેરાત બાદ દેશ ભરમાં રસીકરણ માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે બારડોલી તાલુકા આરોગ્ય વિભાગ પણ કોરોના વેક્સિન માટે સજ્જ બન્યું છે.બારડોલી તાલુકામાં કોરોના વેક્સિનની તૈયારીના ભાગ રૂપે બારડોલી પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ટાસ્ક ફોર્સની રચના કરી ઝડપી વેક્સિનેશન કઈ રીતે કરી શકાય એ બાબતે ચર્ચા આયોજન અને પ્રથમ હરોળના કોરોના યોધ્ધાઓમાં આવતા આરોગ્ય કર્મચારીઓના 1800 લોકોની યાદી બનાવી જિલ્લા આરોગ્ય વિભાગને મોકલવામાં આવી હોવાનું જાણવા મળે છે.

તાલુકા આરોગ્ય વિભાગે ખાનગી હોસ્પિટલ સ્ટાફના ડેટા મેળવાવાની કામગીરી આરંભી દીધી છે. સાથે જ મોટા જથ્થામાં વેક્સિન આવે તો તેના સંગ્રહ કરવા માટે પણ સરકાર દ્વારા તાલુકા મથકે ફ્રીઝની વ્યવસ્થા ઊભી કરવા જણાવવામાં આવ્યું છે અને જો કોઈક પી.એચ.સી સેન્ટર પર ફ્રીઝની વ્યવસ્થા ન હોય તો તાત્કાલિક માંગણીની દરખાસ્ત કરવા જણાવવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળે છે.

આ વિભાગો મળી ટાસ્ક ફોર્સ બની
બારડોલી આરોગ્ય વિભાગ દ્વારા તાલુકા પંચાયત, પોલીસ વિભાગ, એસટી વિભાગ, આરટીઓ, નગરપાલિકા ફાયર વિભાગ બાંધકામ વિભાગ જેવા અન્ય વિભાગ મળી કચેરીઓ સાથે સંકલન કરી ડેટા એકત્ર કરવની કામગીરીની તૈયારી હાથ ધરવામાં આવી છે.

50થી વધુની ઉમર ધરાવાનારાને પ્રાધાન્ય
કોરોનાની રસી ભારતમાં ઉપલ્બધ થતાં જ પહેલા હેલ્થવર્કરોને આપવામાં આવશે અને ત્યારબાદ ફન્ટલાઈન વોરિયર્સ અને બાદમાં 50 વર્ષથી ઉપરના વ્યક્તિઓને પ્રથમ પ્રાધાન્ય અપાશે.

વેક્સિનેટરની માહિતી અલગથી મંગાવાઇ
કોરોના વેક્સનની રસીની શક્યતાને ધ્યાને લઈ સરકાર તરફથી ડેટા મંગાવવામાં આવી રહ્યાં છે. આ ડેટામાં વેક્સીનેટરની અલગથી માહિતી મંગાવાઇ રહી છે. જેના કારણે જ્યારે પણ વેક્સીન ઉપલબ્ધ થાય ત્યારે વેક્સીનેટરની માહિતી આધારે કામગીરી સરળ રહેશે.

વેક્સિનના સ્ટોરેજની વ્યવસ્થા કરવા આદેશ
કોરનાની વેક્સીનને 2થી 8 ડિગ્રી સેલ્સીયસ તાપમાનમાં રાખવામાં આવશે. માટે સીએચસી અને પીએચસીમાં વેક્સીન માટે યોગ્ય ટેમ્પ્રેચર જળવાય રહે તે માટે સૂચના આપવામાં આવી છે. ડીપફ્રીઝની જરૂરિયાત હોય, રિપેરિંગ સહિત કોલ્ડબોક્સ તૈયાર રાખવા જણાવ્યું છે.

સરકારની ગાઇડલાઇન મુજબ તૈયારી શરૂ
બારડોલી તાલુકામાં ટાક્સફોર્સ સાથેની બેઠક ચાલુ કરી છે. સરકારી ગાઈડલાઈન મુજબની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. > ડો. હેતલ ચૌધરી, બારડોલી, બીએચઓ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો