તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરી એજ મોકાણ:પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી : માત્ર 15 મિમી વરસાદમાં બારડોલીના અનેક સ્થળે પાણી ભરાયા

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આશાપુરા મંદિર પાસે પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં - Divya Bhaskar
આશાપુરા મંદિર પાસે પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં
  • સુરતી જકાતનાકા સર્કલ,આશાપુરા મંદિર પાસે પાણીનો ભરાવો

બારડોલી નગરપાલિકાની શુક્રવારના રોજ પડેલ સામાન્ય વરસાદમાં પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ખુલી હતી. નિચાણ વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય હતી. પરિણામે પાલિકાની આરોગ્યની ટીમ ચેમ્બર ખોલવા દોડતી થઈ હતી. નગરમાં આશાપુરા માતાના મંદિર નજીક રસ્તા પર પાણીનો ભરાવો થઈ જતા વાહન ચાલકોએ અવર જ્વર કરવામાં તેમજ રાહદારીઓ માટે કઠિન બની ગયું હતું.બીજી તરફ નગરના પ્રવેશદ્વાર પહેલા સુરતી જકાતનાકાનું સર્કલ પર દર વખતની જેમ ફરી વરસાદી પાણીનો ભરાવો થયો હતો.

પાણીના ભરાવા બાદ લાઇનનું કામ શરૂ : આશિયાના નગરમાં પણ પાણીનો ભરાવો થઈ ગયો હતો. જોકે, વર્ષોથી ગંભીર સમસ્યા હોવાથી પાલિકાએ નવી વરસાદી પાણીની લાઈન નાખવા માટેની પણ તૈયારી કરી, શુક્રવારથી કામ શરૂ કર્યું હતું. 133 મીટર લાંબી લાઈનની કામગીરી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...