ક્રાઈમ:લિવઇનમાં રહેતી ગર્ભવતી પર સાથી યુવકને શંકા જતા હત્યા કરી યુવતીના જ પિતાના ખેતરમાં દાટી

માયપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૃતક રશ્મિ પોતાના પુત્ર જીત સાથે. - Divya Bhaskar
મૃતક રશ્મિ પોતાના પુત્ર જીત સાથે.
  • છેલ્લા 5 વર્ષથી ચિરાગ સાથે રહેતી હતી, બારડોલીની રશ્મિ 3 વર્ષના પુત્રને ઘરે મૂકી જતી રહી હતી

બારડોલીના બાબેન ખાતે લિવ ઇન માં રહેતી યુવતી તા.14 મીના રોજ ત્રણ વર્ષના પુત્રને મૂકી જતી રહી હોવાની એનસી ફરિયાદ થઈ હતી. પોલીસે યુવતી સાથે રહેતા યુવાનની વધુ પૂછતાછ કરતાં તેણે યુવતીની ગળુ દબાવી હત્યા કર્યા બાદ લાશને વાલોડ ખાતે યુવતીના પિતાના ખેતરમાં દફનાવી હોવાની કબૂલાત કરી હતી.

પોલીસે રવિવારે મોડી સાંજે લાશને બહાર કાઢી હતી. મૃતક યુવતીને 5 માસનો ગર્ભ હોવાનું પણ બહાર આવ્યું હતું. હત્યા આડા સબંધના ઝગડામાં કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે મોડી રાત્રે હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.બારડોલીના બાબેન ગામે લકઝરીયા એપાર્ટમેન્ટમાં રહેતી રશ્મિ જયંતિભાઈ કટારીયાની તા. 14મીએ ઘરેથી જતી રહી હતી.

યુવતીના પિતા જ્યંતિભાઈએ બારડોલી પોલીસમાં ફરિયાદ કરી હતી. યુવતી 5 વર્ષથી ચિરાગ પટેલ નામના યુવાન સાથે લિવમાં રહેતી હતી. પોલીસ પૂછપરછમાં ચિરાગ પટેલે રસ્મીની ગળુ દબાવી હત્યા કરીને લાશ રશ્મિના પિતાના વાલોડ ખાતના ખેતરમાં દફનાવી હોવાની કબૂલાત કરી હતી. તાપીના વ્યારાના પ્રાંત અધિકારી, બારડોલી પોલીસ અને વાલોડ પોલીસની હાજરીમાં ખોદકામ રશ્મિની લાશ બહાર કાઢી હતી. પોલીસે આરોપી ચિરાગ સુરેશભાઈ પટેલની ધરપકડ કરી હત્યાનો ગુનો નોંધવાની રાત્રે તજવીજ શરૂ કરી હતી.

રશ્મિની લાશનો ઝડપી નિકાલ માટે મીઠું નાખ્યું
આરોપી ચિરાગ પટેલે હત્યા કર્યા બાદ તાડપત્રીમાં વીંટાળી કારમાં મૂકી વાલોડ ખાતે ખેતરમાંં દફનાવી હતી. પોલીસેે લાશ બહાર કઢાવી પેનલ પીએમ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી ચિરાગ પટેલે રશ્મિની લાશ જે જગ્યાએ દફનાવી હતી તે સ્થળની આજુ બાજુના 30 ફૂટના એરિયામાંથી ટ્રેકટરથી માટી લાવી ત્યાં નાખી હોવાનું સ્પષ્ટ જણાતું હતું.લાશનો ઝડપી નિકાલ કરવા ચિરાગ પટેલે મીઠું નાખ્યું હતું.

રશ્મિએ ચિરાગની પત્ની સાથે ઝઘડો કર્યો હતો
આડા સંબંધના ઝગડામાં રશ્મિની હત્યા થઇ હોવાનું પ્રાથમિક કારણ બારડોલી પોલીસેે જણાવ્યું છે. રશ્મિ પટેલના પિતા જ્યંતિભાઈ વનમાળીભાઇ કટારીયાના જણાવ્યા મુજબ તેમની પુત્રી રશ્મિ ચિરાગ જોડે છેલ્લા 5 વર્ષથી લકઝરીયા એપાર્મેન્ટમાં ભાડે રહેતી હતી, ચિરાગ કીકવાડ ભટલાવથી રશ્મિ જોડે રહેવા આવ્યો હતો, અને થોડા દિવસથી બન્ને વચ્ચે સામાન્ય વાતચીત પર ઝઘડો થયા હોવાનું જણાવ્યું હતું, ચિરાગની માતા સંગીતાબેનઅને પ્રથમ પત્ની ધરતી 3 માસ અગાઉ બાબેન ખાતે ફ્લેટમાં આવી દીકરીને મારમારી ગયા હતા, તે ઝઘડાના કારણ હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...