તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રિ-મોન્સૂન:ઓલપાડને છોડી સમગ્ર જિલ્લામાં પ્રિ-મોન્સૂન, ઉંમરપાડામાં 2.5 ઇંચ

બારડોલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
બારડોલી નગરમાં શુક્રવારે મધ્યરાત્રીએ પડેલા વરસાદથી માર્ગો પાણી-પાણી થયા હતા. - Divya Bhaskar
બારડોલી નગરમાં શુક્રવારે મધ્યરાત્રીએ પડેલા વરસાદથી માર્ગો પાણી-પાણી થયા હતા.
  • વરસાદી માહોલથી ગરમીમાં રાહત પણ ખેડૂતો મુશ્કેલીમાં
  • તાપીના ડોલવણ તાલુકામાં 2 અને સોનગઢમાં 1 ઈંચ વરસાદ નોંધાયો

સુરત જિલ્લામાં ચોમાસા આગમન પૂર્વે જિલ્લાના તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો. શુક્રવારે મોડી રાત્રે પડેલા વરસાદને કરાણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પરંતુ વહેલા પધારેલા વરસાદને લીધે ખેડૂતોના માથે ચિંતાની લકીર જોવા મળી હતી. શુક્રવારની મોડી રાત્રીએ પ્રિમોન્સૂનનો વરસાદ થયો હતો. પવનના સૂસવાટા ભેર પવન સાથે વરસાદ પડ્યો હતો. દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ રાત્રીના સમયે પડેલા વરસાદને કારણે હવામાનમાં ઠંડક પ્રસરી હતી. જિલ્લાના ઓલપાડ તાલુકા સિવાય તમામ તાલુકામાં વરસાદ વરસ્યો હતો.

જેમાં સૌથી વધુ વરસાદ ઉંમરપાડામાં 2.5 ઈંચ ખાબક્યો હતો. વરસાદને કારણે કેટલાક ખેડૂતોના માથે ચિંતાની લકીર જોવા મળી રહી છે. બારડોલીમાં 7 મિમી, ચોર્યાસી 3 મીમિ, કામરેજ 36 મિમી, મહુવા 50 મિમી, માંડવી 10 મિમી, માંગરોળ 58 મિમી, ઓલપાડ 0 મિમી, પલસાણા 3 મિમી, ઉંમરપાડા 62 મિમી વરસાદ નોંધાયો છે. ડાંગરની કાપણીના સમયે જ ખાબકેલા વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

વહેવલ ગામે ઘરના પતરા ઉડ્યા
વહેવલ ગામે ઘરના પતરા ઉડ્યા

મહુવા : મહુવા તાલુકાના ગામોમાં શુક્રવારે રાત્રે 2 ઇંચ વરસાદ વરસ્યો હતો.આ વાવઝોડા સાથે વર્ષેલ ધોધમાર વરસાદમા વહેવલ ગામે ઘરના પતરા ઉડી ગયા હતા.જેને લઈ ગરીબ પરિવારને મોટુ નુકશાન પહોંચયુ હતુ.

​​​​​​​તાપીના ડોલવણ તાલુકામાં 2 અને સોનગઢમાં 1 ઈંચ વરસાદ નોંધાયો
શુક્રવારે રાત્રે તાપી જિલ્લામાં પ્રિમોન્સૂનને લઇને તાપી જિલ્લાના બે સોનગઢ એક ઇંચ અને ડોલવણ બે ઈંચ અને વ્યારા અડધો ઇંચમાં વધુ વરસાદ નોંધાયો હતો, જ્યારે બે તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો હતો. વાલોડ બુહારી રોડ પર પવન સાથે વરસાદ આવવાના કારણે કેટલાક સ્થળો પર ઝાડની ડાળીઓ પડી જતાં વાહન વ્યવહાર અટક્યો હતો. શુક્રવારે સાંજે 6 કલાકથી શનિવારે સવારે 06 કલાકમાં તાપી જિલ્લામાં સોનગઢ તાલુકામાં 36 મિમી વરસાદ ડોલવાણમાં 47 મિમી વરસાદ, કુકુરમુંડામાં 5 , ઉચ્છલમાં 2 મિમી વરસાદ અને વ્યારામાં 17 મિમી વરસાદ નોંધાઈ ગયો હતો. વરસાદ આવતા માર્ગો પર પાણી પાણી થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...