તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:બારડોલીની ટીપી સ્કીમ નં.3માં આવેલી ખાડીમાં બોક્સ કલવર્ટનું કામ શરૂ કરવા પૂર્વ માપણી શરૂ

બારડોલી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
બારડોલીની ખાડી પર માપણી કરી બાદમાં બોક્સ કલવર્ટનું કામ કરાશે - Divya Bhaskar
બારડોલીની ખાડી પર માપણી કરી બાદમાં બોક્સ કલવર્ટનું કામ કરાશે
  • ખાડીમાં સીધી જોડી દેવાયેલી ખાનગી ડ્રેનેજ લાઇન બંધ કરી નવું જોડાણ અપાશે

બારડોલી નગરની મધ્યમાંથી પસાર ખાડીની ગંદકી અટકાવવા 12 કરોડના ખર્ચે બનાવવામાં આવતી બોક્સ કલવર્ડ હાલ ગાજીયાની ચાલ વિસ્તારમાં શરૂ કરવાનું હોય, આ વિસ્તાર ટીપી નં.3માં આવતો હોવાથી પાલિકાના શાસકો સરકારી એજન્સીને સાથે રાખી ખાડીનું માર્કિંગ કરાવ્યું હતું. જેથી ભવિષ્યમાં કોઈ તકલીફ નહીં થઈ શકે.

બારડોલીની પુનિત ઈંગ્લીશ મિડીયમ સ્કૂલના ગરનાળાથી મુખ્યમાર્ગને જોડતો ગજીયાની ચાલનો વિસ્તાર ટીપી સ્કીમ નં.3માં આવે છે. અહીંથી પસાર ખાડીમાં બોક્સ કલવર્ટનું કામ શરૂ કરવાનું હોવાથી, રવિવારે સવારે પાલિકાના કારોબારી અધ્યક્ષ નીતિનભાઈ શાહ સહિત અન્ય પદાધિકારીઓ અને સભ્યો સ્થળ પર હાજર રહ્યા હતા. સરકારી એજન્સીને લાવી ટીપીમાં આવતી ખાડીનું માર્કિંગ કરવામાં આવ્યું હતું. માપણી કરી હતી, જેથી ભવિષ્યમાં કોઈ તકલીફ નહિ પડે.

ત્યારબાદ ગજીયાની ચાલમાં રહેતા અમુક મકાનની ડ્રેનેજ લાઈન સીધી ખાડીમાં હોવાથી, બોક્સ કલવર્ડના કારણે લાઈન બંધ થશે. જેથી આવા પરિવાર માટે ડ્રેનેજ લાઈન કરી આપી, જેનું જોડાણ ભૂગર્ભ ગટરમાં આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે નજીકમાં શોપિંગનું બાંધકામ ચાલતું હોવાથી ખાડી નજીક હોવાથી પાલિકાના શાસકોએ ભવિષ્યને ધ્યાનમાં રાખી જરૂરી માપણી કરી, ત્યારબાદ કામ શરૂ કરવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...