વોન્ટેડ આરોપી ઝડપાયો:બારડોલીમાં ભૂતકાળમાં 23 જેટલા ગુનાઓના કુખ્યાત આરોપી પ્રવીણ વાંસફોડાની કડોદરા પોલીસે ધરપકડ કરી

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લામાં પ્રોહીબિશનના 10 ગુનામાં વોન્ટેડ કુખ્યાત બુટલેગર પ્રવીણ વાસફોડાને કડોદરા પોલીસે ઝડપી પાડ્યો છે. પલસાણા તાલુકાના વાંકાનેડા ગામની સીમમાંથી આરોપીની અટક કરવામાં આવી છે.

કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ મથકના પી.આઈ આર.એસ.પટેલને બાતમી મળી હતી. કે, સુરત જિલ્લામાં જુદા જુદા 10 જેટલા પ્રોહીબિશનના ગુનાનો કુખ્યાત બુટલેગર કે, જે છેલ્લા 1 વર્ષથી પોલીસ પકડથી દુર છે. તે કુખ્યાત પ્રવીણ વાંસફોડા કે જે પલસાણા તાલુકાના વાંકાનેડા ગામે હળપતિ વાસમાં હાજર હતો. પોલીસે રેડ કરી બુલેગરની અટક કરી હતી. જેના વિરુદ્ધમાં અલગ અલગ પોલીસ મથકોમાં ભૂતકાળમાં 23 જેટલા ગુનાઓ નોંધવામાં આવેલા છે.

અન્ય સમાચારો પણ છે...