લોકડાઉન:બારડોલી નગરપાલિકા શાસકોના જૂથવાદમાં પ્રજાહિતના કામો ખોરંભે, કારોબારીમાં પ્રજાહિતના કામો હોય, છતાં 4 સભ્ય ગેરહાજર

બારડોલી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બારડોલી નગરપાલિકાના ભાજપ શાસકો અંગત હિતની લડાઈમાં પ્રજાહિતના કામોનો વિકાસ રૂંધાય રહ્યો છે. તાજેતરમાં કારોબારીની બેઠકમાં પ્રજાલક્ષી કામગીરી માટેના કામોને ધ્યાનમાં લેવાના હોય, છતાં 4 સભ્યો ગેરહાજર રહેતા નગર ભાજપ પ્રમુખે લેખિતમાં ખુલાસો માંગ્યો છે.  લોકડાઉનમાં બે માસથી વધુ સમય વિતી જતા પાલિકાના કામો થયા નથી. ચોમાસુ નજીક હોવાથી પ્રાથમિક સુવિધાના કામોને પ્રથમ પ્રાધાન્ય આપવાની જરૂર છે.

હાલમાં મળેલ કારોબારી મિટિંગ પ્રજાના હિતના કામોને મંજૂરી, ચર્ચા માટે સભ્યોએ હાજર રહી કામો કરાવવાની જરૂર છે. ત્યારે કારોબારીના 4 સભ્યો મિટિંગમાં જ હાજર રહ્યા ન હતાં. જેથી નગર ભાજપ પ્રમુખ અજિતસિંહ સુરમાએ ભીમસિંગ પુરોહિત, ઉદેસિંગ સેંગાર, ભૂપતસિંહ અને પન્નાબેહન દેસાઈને હાજર ન રહેવા બાબતે મૌખિક ખુલાસો માંગ્યો હતો. પરંતુ જવાબ ન મળતાં લેખિતમાં ખુલાસો માંગ્યો હોવાનું જાણવા મળેલ છે.  

ગેરહાજર હશે તેની પાસે પણ ખુલાસો મંગાશે
કોરોના મહામારીના કારણે નગરમાં બે માસથી નગરજનોના વિકાસના કામો થઈ શક્યા નથી. હાલ ચોમાસુ માથે હોય થોડો સમય મળ્યો છે તો પ્રજાના હિતના કામોને પ્રાધાન્ય આપવાની જરૂર છે. ત્યારે 4 સભ્યો કોરાબારી જેવી મહત્વની મિટિંગમાં ગેરહાજર રહે તે નહીં ચલાવી લેવાય. હવે પછી મિટિંગમાં પદાધિકારીઓ કે સભ્યો ગેરહાજર રહેશે તો તેમની પાસે પણ ખુલાસો મંગાશે. >  અજિતસિંહ સુરમા, નગર ભાજપ પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...