શ્રાવણ માસ 29મી જુલાઈથી 27મી ઓગસ્ટ સુધી રહેશે. આ શ્રાવણ માસની અંદર અનેક તહેવારો ઉજવાય આવે છે. શ્રાવણ માસના પ્રદોષ અને સોમવાર વિશેષ રીતે ઉજવાય છે. શ્રાવણ માસ એટલે ભગવાન શંકર ભોળાનાથનો મહિનો છે. સામાન્ય રીતે બધા જ દેવી દેવોમાં શિવને ભોળા દેવ તરીકે માનવામાં આવે છે.
શ્રાવણ માસમાં શિવભક્તો અલગ અલગ રીતે ભગવાનને રિઝાવવા માટે શિવ ઉપાસના કરે છે. આ શ્રાવણમાસમાં સાધુ સંતો સ્મશાનમાં વાસ કરતાં શિવાંશ સ્વરૂપ અઘોરી પણ વિશેષ પરંપરાથી ભગવાનની આરાધાના કરે છે. શ્રાવણ માસમાં પૃથ્વીના પ્રભુ અને ભગવાન શંકરને પ્રિય એવા બ્રહ્મણો શ્રાવણ માસની પૂર્ણિમા એટલે કે 11 ઓગસ્ટે ં યજ્ઞોપવિત બદલી અને નવી યજ્ઞોપવિત ધારણ કરે છે.
વેદોમાં બતાવ્યા અનુસાર પર્વને ઉજવે છે. શિવપુરાણમાં જણાવ્યા અનુસાર ભગવાન શંકર એવા દેવ છે જેમનું પૂજન સાકાર અને નિરાકાર બંને રૂપથી થાય છે. સાકાર સ્વરૂપમાં ભગવાન શંકર મનુષ્ય દેહમાં ત્રિશુલ, ડમરૂ, વાઘોમ્બર, નંદીની સપાટી કરતાં નજર આવે. નિરાકાર રૂપ એટલે કે લિંગ સ્વરૂપ જેમાં દેવલિંગ, અસુરલિંગ, અર્શલિંગ, પુરાણ લિંગ, મનુષ્યરૂપ લિંગ, સ્વયંભૂ લંગ વિશેષ પ્રકારે શિવલિંગ બતાવ્યા છે. માટીનું શિવલિંગ એટલે પાર્થિવલિંગ પૂજન વિશેષ મહત્વ જણાવ્યું છે.
આ લિંગ ગાયનું ગૌબર, ગોળ, માખણ, ભસ્મ, માટી અને ગંગાજળ ભેગુ કરીને બનાવવામાં આવે છે. લિંગ બનાવતી વખતે ખાસ ધ્યાન રહે કે માટી કોઈ પવિત્ર સ્થાનથી લાવી જોઈએ અને માટી પણ પવિત્ર હોવી જોઈએ બિલ્વપત્રના વૃક્ષની માટીનો પણ વિશેષ મહત્વ છે. આ લિંગ પર વિશેષ પૂજન કરવાથી સુખ, સમૃદ્ધિ, પુત્ર પૌત્રી પ્રાપ્તી તથા મનોકામના પૂર્તિ થાય છે. કળયુગમાં મોક્ષ મેળવવા માટેનો શ્રેષ્ઠ માર્ગ છે.
સોમવારે શિવજીને ચોખા, કાળા તલ, મગ, જવ ચઢાવવાનું મહત્વ
પહેલો સોમવાર 1 ઓગસ્ટે | શિવાજીને એક મુઠ્ઠી ચોખા ચઢાવવા
બીજો સોમવાર 8 ઓગસ્ટ | શિવજીને એક મુઠ્ઠી કાળા તલ ચઢાવવા
ત્રીજો સોમવાર 15 ઓગસ્ટ | શિવજીને એક મુટ્ઠી મગ ચઢાવવા
ચોથો સોમવાર 22 ઓગસ્ટ | શિવજીને એક મુઠ્ઠી જવ ચઢાવવા
9 ઓગસ્ટ અને 24 ઓગસ્ટે પ્રદોષ
શ્રાવણમાં શિવપુરાણનું વાંચન તથા ભજનનું પણ અધિક મહત્વ છે. આ માસમાં 9 ઓગસ્ટ અને 24 ઓગસ્ટે આવે છે. શ્રાવણ માસની અમાસ પણ અતિફળદાયી છે. આ દિવસોમાં કાવડયાત્રી પણ જળ કાવડમાં ભરી શિવચૌદશે અર્પણ કરી જળાભિષેક કરે છે. આંકડાના પુષ્પએ શિવજીને સુવર્ણ પ્રિય છે. ભાંગનો વિશેષ ભોગ અર્પણ કરાય છે. > અક્ષીત દવે, મહારાજ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.