તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોંક વિતરકોના સ્ટોલ શરૂ:બજારમાં પોંકની એન્ટ્રી, ભાવ પણ ગત વર્ષ જેટલા જ રહેતાં સ્વાદરસિકો ખુશખુશાલ

બારડોલી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
શિયાળાની શરૂઆત સાથે જ બારડોલીમાં પોંકનું આગમન. - Divya Bhaskar
શિયાળાની શરૂઆત સાથે જ બારડોલીમાં પોંકનું આગમન.
 • વધુ વરસાદને કારણે બારડોલી પંથકમાં ગત વર્ષ કરતાં પોંકનું ઉત્પાદન 50 ટકા ઓછું, પરંતુ કોરોના કાળમાં માંગ ઘટતા ભાવમાં કોઇ વધારો ન દેખાયો

શિયાળાની શરૂઆતની સાથે જ બારડોલી વિઓસ્તારના પોંક રસિકો માટે બજારમાં પોંક વિતરકોના સ્ટોલ શરૂ થઈ ગયા છે. વેપારીઓના મતે ચાલુ વર્ષે વધુ વરસાદ અને લોક ડાઉનના લીધે પોંકમાં વપરાતી વાનીની જુવારનું ઓછું વાવેતર થયું છે. છતાં પોકના ભાવ ગત વર્ષની સરખામણીએ જ પ્રતિ કિલો 500 રાખવામા આવ્યા છે. જોકે કોરોના મહામારીને લીધે એન.આર.આઈ આવ્યા નથી જેને લઈ પોકનું વેચાણ ઓછું થવાનું અનુમાન વેપારીઓ સેવી રહ્યા છે.

બારડોલી પોંક બજાર ની શરૂઆત થતાં જ વેપારીઓ જણાવે છે કે ચાલુ વર્ષે સ્થાનિક વાનીની જુવારની ખેતી ગત વર્ષની સરખામણી એ 50 ટકાથી પણ ઓછી છે સાથેજ પોંકની માંગ પણ બજારમાં ઓછી રહેવાની શક્યતા છે. હાલ શરૂઆતમાં જ સ્થાનિક જુવાર પરિપક્વતા ઓછી હોવાથી ભરુચ અને સુરત ભાઠા વિસ્તારના માથી જુવાર લાવી પોંક તૈયાર કરવામાં આવી રહ્યો છે. જોકે પોંકના ભાવમાં ગત વર્ષની સરખામણી કોઈ ફેર પડ્યો નથી. જોકે પંકનું બારડોલીના બજારમાં આગમન થતાં જ બારડોલીના સ્વાદ રસિકો પોંકની ખરીદી કરતાં નજરે ચઢ્યા હતા.

ગત વર્ષે 150 વીંઘાની સરખામણીએ આ વર્ષે માંડ 65 વીંધામાં વાવેતર
ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન પડેલા વધુ પડતાં વરસાદને લીધે વાનીની જુવાર નો પાક નિષ્ફળ ગયો સાથેજ લોક ડાઉનના લીધે પણ સ્થાનિક ખેડૂતોએ વાવેતર ઓછું કરતાં ગત વર્ષે થયેલ અંદાજિત 150 વીંઘા જુવારના વાવેતર સામે ચાલુ વર્ષે અંદાજે 65 થી 70 વીંઘા માંડ બારડોલી પંથકમાં વાનીની જુવારનું વાવેતર થયું છે.

કોરોનાને લઇ NRI વતન ન આવતાં માંગ ઘટી
જુવારનું વાવેતર ઓછું છે પરંતુ એન.આર.આઈ પણ હાલ કોરોનાના સમયમાં આવી શક્યા નથી જેથી પોંકની માંગ દર વર્ષની સરખામણીએ ઓછી રહેશે જેથી પોંકના ભાવ વધવાની કોઈ શક્યતા હાલ જણાતી નથી થોડા સમય વીતવા પછી જુવારની આવક વધશે તો કદાચ પોંકના ભાવ ઘટવાની શક્યતા નકારી શકાઈ એમ નથી. > રોહિતભાઈ, પોંકના વેપારી , કીકવાડ, બારડોલી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો