ગ્રામ પંચાયતોની ચૂંટણી:સુરત જિલ્લાની 555માંથી 498 ગ્રામ પંચાયતોમાં 19મી ડિસેમ્બરે મતદાન

બારડોલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મતદાન બેલેટ પેપરથી કરવામાં આવશે

ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતાં જ સુરત જિલ્લાની 555 ગ્રામ પંચાયતો પૈકી 498 ગ્રામ પંચાયતોમાં સરપંચ માટે ચૂટણી યોજાશે. જિલ્લા ચૂંટણી પંચ દ્વારા આગામી 19 ડિસેમ્બરે યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણી માટે તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. જિલ્લાના દરેક ગ્રામ પંચાયતોમાં સરપંચના ઉમેદવારોએ તૈયારીઓ શરૂ કરી છે.જેને લઇ રાજકારણમાં ફરી ગરમાયો આવી જવા પામ્યો છે.

સુરત જિલ્લા સહિત સમગ્ર રાજયમાં ડિસેમ્બર 2016માં યોજાયેલ ગ્રામ પંચાયતોના સરપંચની ચૂટણીની મુદત પૂર્ણ થતાં જ ચૂટણી પંચે તમામ તૈયારીઓ કરી ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કરી છે. ગુજરાત વિધાન સભાની ચૂટણી પૂર્વે રાજયમાં સ્થાનિક સ્વરાજની ચૂટણી યોજાવા જઇ રહી છે. ત્યારે જિલ્લાના તમામ પક્ષના આગેવાનો સહિત કાર્યકરો પણ ચૂંટણી જંગમાં ગ્રામ પંચાયતમાં પોતાના પક્ષને વરેલા ઉમેદવારને સરપંચ બનાવવા મેદાને ચઢ્યા છે. ગ્રામ પંચાયતની ચૂટણીને હવે 1 માસથી પણ ઓછો સમય રહ્યો છે. ત્યારે તાલુકા મથકે પણ ઉમેદવારોને ઉમેદવારી પત્રકો ભરવા માટે જરૂરી દાખલાઓ સરળતાથી મળી રહે, એવી તૈયારી જિલ્લા વહીવટીતંત્રએ આરંભી છે.

નગરપાલિકાઓની ચૂંટણી તેમજ તાલુકા પંચાયતોની ચૂટણીમાં પણ ઇ.વી.એમ દ્વારા યોજાઇ રહી છે. ત્યારે ગ્રામપંચાયતની ચૂટણી બેલેટ પેપર દ્વારા જ યોજાશે એવી પણ જાહેરાત કરાઇ છે.

29મીએ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે
ગ્રામ પંચાયતની ચૂટણીનું જાહેરનામું પ્રસિધ્ધ 29નવેમ્બરના રોજ થશે. ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ 4 ડિસેમ્બર, ઉમેદવારી પત્રોની ચકાસણી 6 ડિસેમ્બર, ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની તારીખ 7 ડિસેમ્બર તો આગામી 19 ડિસેમ્બરે મતદાન યોજાશે અને 21 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...