એક્ઝોટીક એનિમલના ગેરકાયદે વેચાણનો પર્દાફાશ:પોલીસે ડમી ગ્રાહક ઉભો કરી ઇન્સ્ટાગ્રામ પર આફ્રિકન સફેદ સાપ મંગાવ્યો; આરોપીએ ખોટા પ્રમાણપત્ર અને પરવાનગી સાથે મોકલ્યો

બારડોલી11 દિવસ પહેલા
  • પોલીસે 3 જીવ સાથે આરોપીને રંગેહાથ ઝડપ્યો

કામરેજના વલથાણ નહેર ખાતેથી સફેદ આફ્રિકન સાપ સાથે 1 ઇસમની અટક કરવામાં આવી હતી. સુરત જિલ્લા એસ.ઓ.જી પોલીસે ઇન્સ્ટાગ્રામ આઈ.ડી મારફતે એક્ઝોટીક એનિમલનું ગેરકાયદે વેચાણ કરતા ઇસમને ડમી ગ્રાહક ઉભો કરી 3 પ્રાણી જીવ સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે સફેદ સાપ તેમજ અન્ય જીવ આપનાર કેરળનાં ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

પોલીસે ચોક્કસ બાતમી મળતા ઓપરેશન હાથ ધર્યું
સુરત જિલ્લા એસ.ઓ.જી પોલીસે ઇન્સ્ટાગ્રામ પર એક્ઝોટીક એનિમલનાં વેચાણનાં નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. એક ઇન્સ્ટાગ્રામ આઈ.ડીમાં એક્ઝોટીક એનિમલનાં ફોટાઓ મૂકી તેના વેચાણનો વેપલો પુરજોશમાં કરવામાં આવી રહ્યો હતો. જે ચોક્કસ બાતમી આધારે એસ.ઓ.જી પોલીસની ટીમે એક ડમી ગ્રાહક ઉભો કરી વેપલો કરતા ઇસમ સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો. અને નક્કી કરવામાં આવેલ સ્થળ પર ઇસમને એનિમલ સાથે બોલાવાયો હતો.

કડોદરથી કામરેજ તરફ જતા નેશનલ હાઇવે નં.48 પર વલથાણ નહેર ખાતે એનિમલ વહેંચવા આવેલ 22 વર્ષીય યુવાન મારગેશ ઉર્ફે માર્ટિન નરેન્દ્રભાઈ સરૈયા રહે. સંજીવની હોસ્પિટલ પાછળ, સંજીવની હઉસીંગ સોસાયટી, ઘર નં.202, ચલથાણ, પલસાણાની અટક કરવામાં આવી હતી. જ્યારે એનિમલ આપનાર અથુલ રોમારીયો નામનો ઇસમ રહે કેરળને વોન્ટેડ જાહેર કરાયો હતો. પકડાયેલ આરોપીને પૂછવામાં આવતા તેણે પોતે પણ આ પ્રાણીઓ ઓનલાઈન કેરળનાં ઇસમ પાસે મંગાવ્યા હોવાનો ખુલાસો કર્યો હતો.

યુવાન પાસેથી 3 પ્રાણીઓ કબ્જે કરવામાં આવ્યા
​​​​​​ઓનલાઈન એક્ઝોટીક એનિમલનું વેચાણ કરતા ચલથાણનાં યુવાનની 3 પ્રાણીઓ સાથે અટક કરવામાં આવી હતી. સુપર મોજાઉ આફ્રિકન બોલ પાઇથન નામનો સફેદ કલરનો સાપ જેની કિંમત રૂપિયા 1,20,000/-, બે સફેદ કલરના ઉંદર કિંમત રૂપિયા 200/- તેમજ 1 મોબાઇલ મળી કુલ 1,25,200/- નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે...

એક્ઝોટીક એનિમલ સંલગ્ન કચેરીની પરવાનગી અને પ્રમાણપત્ર આફ્રિકન સાપ વહેચવાની ખાતરી
પોલીસ દ્વારા ઉભો કરવામાં આવેલ ડમી ગ્રાહકને પ્રાણી વહેંચનાર મારગેશે ફોન પર જણાવ્યું હતું. કે તેની પાસે સુપર મોજાઉ આફ્રિકન બોલ પાઇથન નામનો સફેદ કલરનો સાપ છે. અને પોતે એક્ઝોટીક એનિમલ સંલગ્ન કચેરીઓની પરવાનગી તથા પ્રમાણપત્રો સાથે સાપ આપવા માટે ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...