બાબેન ગામે લક્ઝરિયા એપાર્ટમેન્ટમાં લિવ ઇન રિલેશનમાં રહેતી રશ્મિ કટારીયાની હત્યા કરેલ પ્રેમી યુવકનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવતા પોલીસે ધરપકડ કરી હતી. બુધવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જોકે, યુવતીની હત્યા બાદ લાશના નિકાલ માટે અન્યની મદદગારી હોવા અંગે ચર્ચા જોરમાં ઉઠી રહી છે. બાબેન ગામે રશ્મિ કટારીયા પરણિત ચિરાગ સુરેશભાઈ પટેલ સાથે લિવ ઇનમાં રહેતી હતી.ઘર કંકાશના કારણે પ્રેમીએ ગળું દબાવી હત્યા કર્યા બાદ લાશને વાલોડ ખેતરમાં લઈ જઈ દફનાવી હતી.
પોલીસ અત્યાર સુધી ચિરાગ પટેલે હત્યા કર્યા બાદ લાશનો નિકાલ પણ જાતે જ કર્યો હોવાનું જણાવે છે. લોકોમાં ઉઠતી ચર્ચામાં ફ્લેટમાં યુવતીની લાશ લિફ્ટમાં લાવી અને કારમાં મુકવા સહિત, વાલોડ ખેતરમાં દફનાવવા માટી પુરાણ કરવા સહિતની કામગીરીના અંગે ચર્ચા છે. ફ્લેટમાં સિક્યુરિટીગાર્ડ હોય, પુરાવાઓ પોલીસના હાથ લાગી શકે છે. જોકે, સીસી કેમેરા હતા, પરંતુ ઘણા સમયથી બંધ છે.
ચિરાગ પટેલનો સોમવારે કોરોના ટેસ્ટ કરાયો હતો. મંગળવારે રિપોર્ટ નેગેટિવ આવતા ધરપકડ કરી હતી. બુધવારે કોર્ટમાં રજૂ કરાશે. પોલીસ રિમાન્ડની માંગણી કર્યા બાદ અન્ય વિગતો બહાર આવશે.પોલીસે લાશનો નિકાલ માટે વપરાયેલ કાર કબ્જે લીધા બાદ મંગળવારે યુવતીનો મોબાઈલ કબ્જે લીધો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.