દક્ષિણ ગુજરાતમાં વિદેશી દારૂનું સપ્લાય કરવાનું આંતર રાજ્ય નેટવર્ક ચલાવતા અને 9 જેટલા ગુનાના વોન્ટેડ કુખ્યાત આરોપીને એલ.સી.બી પોલીસે ઝડપી પાડ્યો હતો. કામરેજના કઠોદરા ખાતેથી કારમાં પસાર થતા આરોપીને ઝડપી પાડી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત જિલ્લા એલ.સી.બી પોલીસના પી.એસ.આઈ એલ.જી.રાઠોડ, એ.એસ.આઈ ભમરસિંહ સારંગજી તથા હે.કો હરસુર નાનજીભાઈને સંયુક્ત બાતમી મળી હતી કે, દક્ષિણ ગુજરાતના મહુવા, કડોદરા, કોસંબા, ડી.સી.બી સુરત શહેર, નવસારી, વાંસદા અને સાપુતારા મળી 9 જેટલા પ્રોહીબીસનના ગુનાનો વોન્ટેડ આરોપી રાજુ ઉર્ફે રાજુ વિષ્ણુગોપાલ સોની કારમાં સવાર થઈ સુરતથી કઠોદરા થઈ નેશનલ હાઇવે નં. 48 પરથી પસાર થનાર છે. જે ચોક્કસ બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમી મુજબની કાર આવી ચઢતા તેને રોકી કુખ્યાત બુટલેગરને ઝડપી પાડ્યો છે. આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અને દક્ષિણ ગુજરાતમાં 28 જેટલા પ્રોહીબીસનના ગુનાઓ પણ તેના વિરુદ્ધમાં દાખલ થવા પામ્યા છે. જેની અટક કરી પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.