બેદરકારી:મોતા સુડીકો બેંક લૂંટમાં લૂંટારુની ઓળખ સરળ છતાં પોલીસ તપાસ ઝીરો

બારડોલી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 70થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરાયા

મોતા ગામની સુડીકો બેંકમાં મંગળવારે બેન્ક મેનેજરના લમણે ધરી તમંચો મૂકી, 10.42 લાખની લૂંટની લૂંટ પ્રકરણમાં પોલીસને બીજા દિવસ તપાસમાં લૂંટારુઓ બાબતે કોઈ કડી મળી નથી. બુધવારે પોલીસની ટીમ નિવેદનો નોંધવા તેમજ અલગ અલગ વિસ્તારના સીસી ફૂટેજો ચેક કરવા છતાં, લૂંટારુઓ પસાર થયા હોય, એવા કોઈ લોકેશનમાં દેખાયા ન હોવાનું જાણવા મળેલ છે. પોલીસ માટે લૂંટના દિવસે કબજે કરેલ ફુટેજમાં સફેદ કલરની મોટરસાયકલ અને લૂંટારુઓ ચહેરા પણ સ્પષ્ટ દેખાતા હોવા છતાં પોલીસને કોઈ ડિરેક્શન મળી શક્યું નથી.

3 લૂંટારુઓ લૂંટ કરીને જે રીતે બહાર નીકળે, ગામમાંથી બગડેલ મોટરસાયકલને ધક્કો મારીને ભાગતા સુધીના સીસી ફુટેજો પોલીસે કબ્જે કરી હતી. જેમાં એક વાત સ્પષ્ટ થતી હતી, કે લૂંટારુઓ એકદમ પ્રોફેશનલ હોવાનું લાગતું નથી. સફેદ કલરની મોટરસાયકલ અને ઓળખ થઈ શકે એવા ચહેરા પણ દેખાઈ રહ્યા હોવા છતાં, મંગળવારથી ટીમ બનાવી શોધખોળ કરતી પોલીસને તપાસમાં ચોક્કસ દિશા મળી નથી. બુધવારે પોલીસ મોતા ગામમાં નિવેદનો નોંધવા તેમજ, ડોગસ્કવોર્ડ, એફ.એસ.એલ, ફિંગર એક્સપર્ટ જેવી ટેક્નિકલ ટીમે પોત પોતાની કામગીરી કરી હતી.

જ્યારે લૂંટારુઓ કામરેજ અને પલસાણા તાલુકાની હદના ગામના માર્ગો તરફ ભાગ્યાં હોવાથી હલધરુ, કારેલી, ગંગાધરા, દસ્તાન ફાટક સહિતના વિસ્તારોમાં 70 થી વધુ સીસી કેમરાના ફૂટેજ ચેક કર્યા હતા, પરંતુ પોલીસ ને એક પણ લોકેશનમાં લૂંટારુઓ પ્રવેશતા હોવાના પુરાવા મળ્યા ન હોવાનું જણાવે છે.

બીજી તરફ લૂંટારુઓનું મોટરસાયકલ બંધ થયું હોવા છતાં ધક્કો મારીને ભાગ્યા હતા, જે તે સ્થળ પર છોડયુ ન હોવાથી લૂંટારુઓના માલિકીનું હોવાનું માનવામાં આવે છે, જેથી છોડવા જતાં પકડાય જવાનો વધુ ડર સતાવી શકે. મોટર સાયકલ સફેદ હોવાથી પોલીસ માટે પણ ઓળખ કરવી સરળતા રહેશે. આજુબાજુના ઘણા વિસ્તારો પોલીસે ખુંદી કાઢ્યા હોવા છતાં લૂંટારુના ચહેરા કે બાઇક બાબતેની માહિતી પોલીસ મેળવી શકી ન હતી.

અન્ય સમાચારો પણ છે...