તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બર્ડ ફ્લૂનો ખોફ:નવાપુર અને ઉચ્છલના પોલ્ટ્રી ફાર્મ પર પોલીસ બંદોબસ્ત મુકાયો

નવાપુર20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

મહારાષ્ટ્ર-ગુજરાત રાજ્યની સરહદે આવેલા નવાપુર શહેર અંદાજિત 15 વર્ષ બાદ ફરી એક વાર બર્ડ ફ્લૂની ઝપેટમાં આવી જતા દહેશતનું વાતાવરણ ઉભું થયું છે.મહારાષ્ટ્ર નવાપુરમાં આવેલ કુલ 29 મરઘીફાર્મ પૈકી ના 25 ફાર્મ ની મરઘીઓમાં બર્ડ ફલૂ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને હાલ મરઘીઓ ને કલિંગ કરવાનું ઓપરેશન ચાલી રહ્યું છે. મહારાષ્ટ્રના નવાપુરમા ફેલાયેલ બર્ડ ફ્લૂએ નિયંત્રણ માટે નંદુરબારના પોલીસ સ્ટાફ દ્વારા તમામ પોલ્ટ્રીફોર્મ સીલ કરીને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જયારે શુક્રવાર રાત્રીના સમય થી ઉચ્છલના પોલ્ટ્રીફાર્મ પર ગુજરાત પોલીસ દ્વારા બંદોબસ્ત મુકવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

નવાપુર અને ઉચ્છલ ખાતે આવેલ તમામ પોલ્ટ્રીફોર્મ માંથી ઈંડા-મરઘી કે એવી કોઈ પણ વસ્તુ બહાર જાય નહીં તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે.નવાપુર માંથી પસાર થતા નેશનલ હાઇવે ની એ તરફ નવાપુર નો વાંકીપાડા એરીયો છે.જ્યારે સામેની તરફ ઉચ્છલ તાલુકામાં એક પોલ્ટ્રીફોર્મ આવેલ છે.

મહારાષ્ટ્રના વિસ્તારમાં આવેલ તમામ પોલ્ટ્રીફાર્મ અને એના એક કિલોમીટર વિસ્તારમાં આવેલ પોલ્ટ્રીફાર્મમાં રહેલ પક્ષીઓ અને ઈંડા ને નષ્ટ કરી દેવા માટે નું કલિંગ ઓપરેશન પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.મહારાષ્ટ્ર શાસન પાસે મળેલ વિગતો પ્રમાણે નવાપુર વિસ્તારમાં હમણાં સુધીમાં કુલ અંદાજિત 6 લાખ કરતા વધુ મરઘીઓ નો નાશ કરવામાં આવ્યો છે અને અંદાજિત 19 લાખ જેટલા ઈંડાનો નાશ કરી ખાડો ખોદી દાટી દેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો