તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:કોરોના પોઝિટિવ મહિલાને લેવા ગયેલા બંનેના સેમ્પલ નેગેટિવ, ડ્રાઇવરની પણ પોલીસ લોકેશન શોધી રહી છે

બારડોલી10 મહિનો પહેલા
 • કૉપી લિંક

બારડોલીના તાઈવાડમાં શનિવારે એક મહિલાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. આ મહિલા અમદાવાદથી કડોદરા આવી હોય, કારમાં લેવા ગયેલા 2 યુવકોના પણ સેમ્પલો લેવામાં આવ્યા હતા. ગુરુવારે બને યુવકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે અમદાવાદથી ઇનોવા કારમાં લાવેલ સુરતના ચાલકનું પોલિશ લોકેશન શોધી રહી હોવાનું જાણવા મળેલ છે. બારડોલી નગરના તાઇવાડની મહિલા અમદાવાદથી પરત ઘરે આવતા, કોરોના અંગેના સેમ્પલ લેવામાં આવતા શનિવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી આરોગ્ય વિભાગની ટીમે મહિલાના સંપર્કમાં આવેલા તમામને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા. મહિલાને લેવા કડોદરા કાર લઈને ગયેલા 2 યુવકો ઈરફાન સલીમ પટેલ અને મકસુદ ઇસ્માઇલ મન્સૂરીના પણ સેમ્પલો લેવામાં આવ્યા હતા, જેનો ગુરુવારે સાંજે રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. નગરજનો પણ બને યુવકના રિપોર્ટ નેગેટિવ આવતા હાશકારો અનુભવશે. જોકે, અમદાવાદથી ઇનોવા કારમાં બેસાડી કડોદરા સુધી લાવેલ સુરતના ડ્રાઇવરની પણ પોલીસ લોકેશન શોધી રહી હોવાનું જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો