હાલાકી:PM નવસારી આવ્યા અને સુરત જિલ્લાની સરકારી કચેરીમાં રજા જેવો માહોલ દેખાયો

બારડોલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
બારડોલી તાલુકાની મોટાભાગની ગ્રામ પંચાયતો બંધ - Divya Bhaskar
બારડોલી તાલુકાની મોટાભાગની ગ્રામ પંચાયતો બંધ
  • ગ્રામ પંચાયતથી લઈ તાલુકા પંચાયત મામલતદાર કચેરીઓ ખાલી
  • આંગણવાડીમાં ભૂલકાઓને પોષ્ટિક આહાર ન મળ્યો, એસટીના અભાવે લોકો અટવાયા

નવસારીના ખુડવેલ ગામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત જાહેર સભા યોજાઇ હતી જે સભામાં મેદની ભેગી કરવા માટે સુરત જિલ્લા વહીવટી તંત્ર પણ કામે લાગ્યું હતું. જેને લઈ મોટે ભાગની સરકારી કચેરીઓમાં જાણે રાજા જેવો માહોલ બન્યો હતો. બારડોલી તાલુકા પંચાયતમાં તમામ વિભાગોના ટેબલો ખાલી જોવા મળ્યા તો તાલુકાની મોટે ભાગની ગ્રામ પંચાયતોમાં તો તાળાં લાગેલા દેખાયા હતા. વધુમાં તમામ આંગણવાડી વરકરોને સભામાં ફરજિયાત હાજર રહેવાનુ ફરમાન કરાતા 10 જૂને આંગણવાડીબંધ રહેતા ભૂલકાઓને પોષ્ટિક આહાર પણ આપવામાં આવ્યો ન હોવાનું જાણવા મળે છે.

વડા પ્રધાનની જંગી જનસભાને મેદની લઈ જવા માટે સુરત જિલ્લાના દરેક તાલુકાના ગામોમાં બસની ફાળવણી 9 તારીખે સાંજથી કરવામાં આવી હતી. જેને લઈ 9 તારીખે સાંજે 5 વાગ્યાથી એસટીની વ્યવસ્થા ખોરવાઈ હતી રોજિંદા અવર જવર કરતાં નોકરિયાત કે વેપાર ધંધા અર્થે મુસાફરી કરતાં લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. ડેપો પર કલાકો સુધી મુસાફરો ગરમીમાં અટવાયા હોવાના અનેક બનાવો સામે આવ્યા છે. જ્યારે જિલ્લાની મોટે ભાગની સરકારી કચેરીઓમાં કોઈ કર્મચારીઓ હાજર ન રહેતા જિલ્લામાં જાણે રાજા હોય એવો માહોલ સર્જાયો હતો.

અમે બે કલાકથી અહીં બેઠા છે છતાં કોઈ એસટી બસ મળી નથી
બારડોલી ડેપોની બસો વડા પ્રધાનના કાર્યક્રમમાં જવાને લીધે બારડોલીથી સુરત નોકરી અર્થે જતાં મુસાફરો ને બસ ન મળતા હાલાકી મુસાફરોએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યુ કે અમે છેલ્લા બે કલાકથી અહીં બેઠા છે છતાં કોઈ એસટી બસ મળી નથી અને એકલ દોકલ બસ આવે છે. જેમાં પગ મૂકવાની પણ જગ્યા ન હોય એટલા મુસાફરો ભરેલા છે. ત્યારે આવી હાલાકી ગત સાંજથી અમે વેઠી રહ્યા છે. > બારડોલી ડેપો પર ભોગ બનનાર મુસાફર

અન્ય સમાચારો પણ છે...