ભાસ્કર વિશેષ:ચાઈનીઝ માંજો અને તુકકલનો ઉપયોગ નહિ કરવા પ્રતિજ્ઞા

કીમ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાઈનીઝ માંજો ઉત્પાદન, વેચાણ અને ઉપયોગકર્તાઓ ધ્યાને આવે તો 100 નંબર પર જાણ કરવી

ઓલપાડ તાલુકાના બોલાવ ખાતે આવેલ આર્યમ શાળામાં કીમ પોલીસ દ્વારા ચાઈનીઝ માંજા અને તુકકલનો ઉપયોગ નહિ કરવા અંગે કાર્યકમ યોજાયો હતો. આવનાર 14 જાન્યુઆરીના રોજ ઉત્તરાયણ છે ત્યારે આ સંદર્ભે લોકજાગૃતિ આવે એ માટે આર્યમ શાળા, બોલાવ ખાતે કાર્યકમ યોજાયો હતો.

શાળા આચાર્ય બીન્ની નારાયણ પી.વી,કેમ્પસ ડિરેક્ટર શૈલેષભાઇ પટેલ નીઉપસ્થિતમાં કીમ પીએસઆઈ જે,એસ રાજપુતે ઉપસ્થિત બાળકોને જણાવ્યું કે ચાઈનીઝ માંજા અને તુકકલ વ્યક્તિઓ માટે તેમજ પક્ષીઓ માટે ખુબજ જોખમી છે.અને તેનો ઉપયોગ સજાપાત્ર ગુનો બને છે.

ત્યારે આનું ઉત્પાદન, વેચાણ અને ઉપયોગકર્તાઓ ધ્યાને આવે તો 100 નંબર પર અથવા નજીકના પોલીસ મથકે જાણ કરવા વિનંતી કરી હતી. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઉપરોક્ત ચાઈનીઝ દોરી અને તુંકકલ નહિ ઉપયોગ કરવાની પ્રતિજ્ઞા લેવડાવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...