તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિસંવાદ:દૂધ વ્યવસાયને વધુ સંગઠીત, વિકાસશીલ બનાવવા આયોજન

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમરપાડામાં દૂધ દિવસ પરિસંવાદમાં સુમુલ ડેરીના ઈન્ચાર્જ મેનેજીંગ ડીરેકટરે માહિતી આપી

ઉમરપાડા તાલુકાની દૂધ મંડળીઓના પ્રમુખ અને મંત્રીઓની હાજરીમાં ગ્રામ્ય કક્ષાએ સહકારી ધોરણે કાર્યરત દૂધ વ્યવસાયને વધુ સંગઠીત અને વિકાસશીલ બનાવવા રવિવારના રોજ દૂધ દિવસ પરિસંવાદનું આયોજન કર્યુ હતુ.સુમુલ ડેરીના ઈ.મેનેજીંગ ડીરેકટર એ.એચ.પુરોહીતે આવકારી પરિસંવાદ હેતુ બાબતે વાકેફ કર્યા હતા.

દૂધ વ્યવસાય વિકાસના મહત્વના પાસા જેવા કે પશુપોષણ, પશુઉછેર, પશુ આહાર, પશુ ઓલાદ સુધારણા, સમતોલ આહાર, બજારૂ દાણ, દૂધની મંડળી કક્ષાએ ગુણવત્તા જાળવણી જેવા મુદ્દાઓનું સુમુલના તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યુ હતુ. ઉમરપાડા તાલુકાના સમુલના બોર્ડ ડીરેકટર રીતેશભાઈ વસાવાએ તાલુકાના દૂધ વ્યવસાય વિકાસ, આર્થિક આવકની પ્રગતિથી વાકેફ કર્યા હતા. ઓલપાડ તાલુકાના બોર્ડ ડીરેકટર જયેશભાઈએ તાલુકાની દૂધ મંડળીના સમાંતર વિકાસને વધુ કઈ રીતે વધારી શકાય તથા સુમુલની તમામ યોજનાઓને મંડળી મારફત સફળતા પૂર્વક અમલ કરી સુમુલ થકી વધુ આવક મેળવવાના તમામ પ્રયત્નો પર ભાર મૂકયો હતો.

સમુલ ડેરીના પ્રમુખ માનસિંહભાઈ પટેલે તેમના વકતવ્યમાં જણાવ્યુ હતુ કે ઉમરપાડા તાલુકાના પાયાના વિકાસમાં સુમુલ ડેરી અને દૂધ મંડળીનો સિંહ ફાળો રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં આવક બમણી થઈ છે, પરંતુ આવનારા પાંચ વર્ષમાં આ તાલુકાની આવક 85 કરોડ છે. તેના બદલે ચાર ગણી કઈ રીતે કરી શકાય તેવા તમામ ક્ષેત્રમાં સામૂહિક પ્રયત્નો કરવામાં આવે તો ભૂતકાળમાં મળેલ સફળતા કરતા પણ વધુ વિકાસ કરી શકાય તેવી તમામ સંભાવનાઓ રહેલી છે.

સુમુલ આ તાલુકાના વિકાસ માટે હરહંમેશ કટીબધ્ધ છે બસ દૂધ મંડળીઓએ આ દિશામાં સામૂહિક સંગઠીત થઈ પ્રયત્નો કરવા પર ભાર મૂકયો હતો. ઉમરપાડા તાલુકો આવનારા 5 વર્ષમાં વિકાસ કરી શકશે તેવી પરિસ્થિતિ નું આયોજન સફળ થશે જ. તેવો વિશ્વાસ તેઓએ અપાવ્યો હતો. વધુમાં તેઓએ જણાવ્યુ હતુ કે સરકારનો પણ પુરતો સહયોગ મળી રહ્યો છે.

યોજનાનો અમલ કરવા તબકકાવાર પ્લાન બનાવો
શિક્ષીત બેરોજગાર યુવાનો પણ સ્વમાનભેર સ્વનિર્ભર બની શકે તેવો ઘર બેઠા તમામ સવલતો પુરી પાડતો માનભેર પશુપાલન વ્યવસાય એ સુમુલ ડેરીના માધ્યમ થકી બન્યો છે. આપણી મંડળી કક્ષાએ, ઉત્પાદક કક્ષાએ, પશુ ઉત્પાદન, વાછરડી પાડી ઉછેર, ઘાસચારા, સમતોલ પશુઆહાર, પશુ સારવાર સેવા, દૂધ મંડળી હિસાબી કામગીરી, કમીટી કક્ષાએ આવનારા પાંચ વર્ષના આપણા 4 ગણા વિકાસમાં શુ સુધારણા કરવાની કે યોજનાઓનો અમલ કરવાનો છે તેનો તબકકાવાર એકશન પ્લાન તૈયાર કરવા અને તે મુજબ કાર્યવાહી કરવા અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...