તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંજૂરી:બારડોલીમાં બાંધકામ સમિતિની બેઠકમાં 16 કામો અંગે આયોજન

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોળીવાડના હનુમાન મંદિર સર્કલ પાસે નેતાજીની પ્રતિમા મુકાશે

બારડોલી નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન જેનીશ ભંડારીની અધ્યાક્ષતામાં શનીવારના રોજ નગરના વિકાસના કામો તેમનં અધૂરા રહેલા કામેના આયોજન માટે તેમજ નગરના વિવિધ રસ્તાઓઆ બ્યુટીફીકેશનના આયોજન માટે પાલિકા બાંધકામ સમિતિની બેઠક મળી હતી. જેમાં અલગ અલગ 16 જેટલા કામોને સરવાનુમતે મજૂરી અપાઇ હતી.

બાંધકામ સમિતિની બેઠકમાં નક્કી કરાયેલા કામોમાં શહેરના રસ્તાઓ પર અલગ અલગ ડિવાઇડરનું નવીનીકરણ કરી બ્યુટીફીકેશન કરવાનું નક્કી થયું હતું. આ ઉપરાંત ડ્રાફ્ટ ટી.પી સ્કીમ નંબર 3,4 અને 5ની હદ સીમાંકન કરી ડેવલપ કરવા, કોળીવાડ હનુમાન મંદિર નજીક સર્કલ પર નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા મૂકવા, વિનાયક પાર્કથી શાસ્ત્રી રોડ સુધીના રોડનું રિકાર્પેટિંગ કરવા, સરદાર એંકલેવથી કમલમ સુધીના રોડનું રિકાર્પેટિંગ કરવા, હૂડકો સોસાયટી અને 50 ગાળાની બહારની બાજુ બોક્સ ડ્રેનેજ બનાવી ફૂટપાથ બનાવવાની કામગીરી, અલંકાર અંડર પાસની બંને બાજુ બ્યુટીફીકેશન કરવા જેવા મુદ્દાની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત થોડા સમય પહેલા અલંકારથી સુરત રોડને જોડતો કેનાલ પર બંને તરફ સી.સી રોડ બનાવવામાં આવ્યો હતો. જે ખૂબ જ ટૂંકા ગાળામાં જર્જરિત થઈ જતાં રોડ પર ડામર કામ કરી આવી કારણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...