આયોજન:ઉમરપાડાના 32 ગામોને સિંચાઈના પાણીની સુવિધા માટે બજેટમાં આયોજન

બારડોલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહુવાના કાછલ કોલેજમાં વિજ્ઞાન પ્રવાહ શરૂ કરવા ફરી જાહેરાત

ગુરુવારે રાજ્ય સરકારે જાહેર કરેલ બજેટમાં ખેડૂતો અને પશુપાલકો માટે મોટી જાહેરાત કરી છે. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકા અને પાડોશી નર્મદાના ડેડીયાપાડા તાલુકાના 73 ગામોને પાણી પૂરું પાડવા તાપી કરજણ લિંગ પાઇપલાઇન માટે 161 કરોડ વધુ ફાળવણી માટેની જાહેરાત કરી છે. જ્યારે, માંગરોળના તરસાડી કોસંબામાં ઇકો ફ્રેડલી સ્માર્ટ ગ્રીન લાઈબ્રેરી શરૂ કરવાની પણ જાહેરાત થઈ છે. જોકે, મહુવા તાલુકાના કાછલ ગામની કોલેજમાં વિજ્ઞાન પ્રવાહ શરૂ કરવાની ગત બજેટમાં પણ જાહેરાત થઈ હતી, પરંતુ શરૂ નહિ કરી શક્યા હતા. હવે, ફરી એક બજેટમાં સમાવેશ કર્યો છે.

તાપી કરજણ લીગ યોજના અંદાજીત 700 કરોડનો પ્રોજેક્ટ છે. જેમાં રાજ્ય સરકારે સુરત અને નર્મદા જિલ્લાના 72 ગામના ખેડૂતો માટે સિંચાઈનું પાણી પહોંચાડવા માટે વધુ 161 કરોડની ફાળવણી જાહેરાત કરી છે. જેમાં ઉમરપાડા તાલુકાના 32 ગામ છે. માંગરોળના તરસાડી નગરમાં ઇકો ફ્રેડલી સ્માર્ટ ગ્રીન લાઈબ્રેરીની સુવિધાની જાહેરાતથી તરસાડી નગરને નવી ઓળખ મળશે.

જ્યારે મહુવા તાલુકામાં આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીના શિક્ષણ માટે વિજ્ઞાન પ્રવાહની સુવિધા માટે સરકારે બજેટમાં જાહેરાત કરી છે. જોકે, આ વિસ્તારના લોકોની કમનસીબી છે, કે જાહેરાત ગત ટર્મના બજેટમાં પણ થઈ હતી. પરંતુ સરકાર સુવિધા આપવામાં અસમર્થ સાબિત થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...