હુમલો:ગાળો બોલનારને સમજાવવા જતા યુવક પર પાઇપથી હુમલો

બારડોલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બારડોલીમાં બિલ્ડિંગની છત પરથી પાણી ટપકતાં ઝઘડો થયો હતો

બારડોલીમાં બિલ્ડીંગની ગેલેરીમાંથી પાણી નીચે ટપકતા, નીચે દુકાનદાર અપશબ્દો બોલતા, જે બાબતે યુવક નીચે દુકાનદારને સમજાવવા જતા દુકાનદાર આવેશમાં આવી યુવકને લોખંડના પાઇપ મારી ઇજા પહોંચાડી હતી. બારડોલીના સુરતી પાર્ક, આલીશાન બીલ્ડીંગ, સી-404માં રહેતા અઝીઝ ઉર રેહમાન ઝહુર અહમદ અન્સારી પરીવારની સાથે રહે છે, જે છુટક ડ્રાઇવીંગ કામ કરે છે. છેલ્લા ત્રણ ચાર વર્ષથી પરિવાર સાથે ચોથા માળે ભાડેથી રહે છે. બીલ્ડીંગની નીચે નિશાર મુલ્તાનીની ભંગારની દુકાન હોય, જે મોટે મોટેથી અપશબ્દો બોલતા હોય, જેથી તેની પત્નીએ કહેલ કે આપણી ગેલેરીમાંથી નીચે પાણી પડતું હોય જેથી અપશબ્દો આપે છે. યુવક આ બાબતે કહેવા માટે નીચે ગયેલ, તે વખતે નિશાર નિઝામ મુલ્તાનીએ ગાળો આપવા લાગેલ, અને ઝગડો કરતા જણાવેલ કે તું શું કરી લેવાનો છે? તેમ કહેતા તેને સમજાવવાનો પ્રયત્ન કરેલ પરંતુ નહિ સમજી ગાળો આપી ધક્કો મારી દિધેલ, જેથી અઝીઝ ઉર રહેમાન નીચે પડી ગયો હતો, ત્યારે નિશાર મુલતાની એક લોખંડની પાઇપ લઈ માથામાં સપાટો માર્યો હતો.

બીજી વાર મારવા જતા, જમણો હાથ આગળ કરી દેતાં હાથમાં પાઇપનો વાગતા, માથામાંથી લોહી નીકળવા લાગેલ. અને તે વખતે ત્યાં નિશારનો સાળો તલ્હા સૈયદ શેખનાનો પણ આવી ગયેલ જે પણ ઢીક મુક્કીનો માર મારેલ, અને નિશાર તથા તલ્હાનાઓ હવે પછી આવ્યો છે તો જાનથી મારી નાંખીશ કહી ધમકીઓ આપી હતી. ઇજાગ્રસ્ત યુવકને સરદાર હોસ્પીટલમાં ખસેડાયો હતો. હુમલો કરનાર બંને યુવકો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...