ઉનાળાની સિઝન શરૂ થતાના સાથે જ કેરીની મોસમ શરૂ થઈ જાય છે. જેની સાથે કેરીથી બનતી વાનગીઓનો દોર શરૂ થઈ જાય છે. જેમાં પહેલી શરૂઆત અથાણાથી થાય છે. આ વર્ષે તો અથાણાનો ચટકો પણ મોંઘો થયો છે. કેરીથી લઈ મસાલા સુધી તમામમાં ભાવ વધારો નોંધાયો છે. અથાણાં 40 ટકાનો વધારો નોંધાયો છે.
હાલમાં ઉનાળાના તાપમાનનો પારો જે ગતિએ ઉંચે જઈ રહ્યો છે તે ગતિએ મોંઘવારીનો ગ્રાફ પણ ઉંચે જઈ રહ્યો છે. ગત દિવસોમાં લીબુંએ લોકોના દાંત ખાટા કરાવ્યા છે. તેજ રીતે હવે કેરીના ભાવ પણ લોકોના મો બગાડશે. હાલ અથાણા માટેની કેરી બજારમાં આવી ગઈ છે.
અથાણાની કેરીના ભાવમાં 33 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે સંભાળ માટે વિવિધ મસાલાઓમાં પણ ભાવ વધારો નોંધાયો છે. જ્યારે તેલના ભાવ હાલ આસમાને પહોંચ્યા છે. તેન ભાવમાં ગત વર્ષ કરતાં 20 ટકાનો વધારો નોંધાયો છે. ગત વર્ષે અથાણાની કેરીનો ભાવ 60 રૂપિયે કિલો હતો જે હાલ 80 રૂપિયા થયા છે.
કેરીની આવક વધતા ભાવમાં ઘટાડો થશે
કેરીના વેપારી મહંમદભાઈના જણાવ્યા અનુસાર હાલ કેરીનો પાક ઓછો છે. હજુ પુરતી આવક નથી. આવક વધતાં ભાવ ઘટશે.
અન્ય ચીજો પણ મોંઘી
કરિયાના વેપારી ઉમેશભાઈના જણાવ્યા અનુસાર તમામ વસ્તુના ભાવમાં વધારો નોંધાયો છે. ગત વર્ષની સરખાણમીએ સંભાળ, તેલ, મરચાના ભાવમાં ધરખમ વધારો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.