હાલાકી:બારડોલીમાં વરસાદને લઇ ફોલ્ટ સર્જાતાં ફોન સેવા ઠપ, ઇન્ટરનેટ સેવા પણ ખોરવાતા હાલાકી

બારડોલી4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇન્ટરનેટ સેવા પણ ખોરવાતા હાલાકી

બારડોલીમાં મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા વરસાદમાં નગરના ટેલિફોન એક્સચેન્જમાં ફોલ્ટ થતાં મોડી રાતથી નગરની ટેલિફોન સેવા તેમજ બી.એસે.એન.એલની ઇન્ટરનેટ સેવા શુક્રવારે બોપર સુધી ખોરવાઈ જતાં લોકોએ હાલાકી ભોગવવી પડી હતી. બીજી તરફ નગરની ઈમરજન્સી એવી ફાયર સેવાનો પણ ફોન કલાકો સુધી બંધ રહ્યો હતો.

મળતી વિગતો મુજબ ગુરુવારની રાત્રિ દરમિયાન સુરત જિલ્લામાં ગાજ વીજ સાથે વરસેલા વરસાદમાં બારડોલીમાં અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને વીજળીના કડાકા થતાં મોડી રાત્રે ટેલિફોન એક્સચેંજમાં ફોલ્ટ થતાં કેબલ તેમજ ઈલેક્ટ્રોનિક કાર્ડ વધુ વોલટના લીધે બળી જતાં નગરમાં ટેલિફોન સેવા ખોરવાઈ હતી જેથી લોકોએ કલાકો સુધી હાલાકી ભોગવવી પડી હતી જોકે શુક્રવારે બપોર સુધીમાં મોટેભાગના ફોન તેમજ ઇન્ટરનેટ ફરી શરૂ કરી દેવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...