તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
31મી ડિસેમ્બરે કેન્દ્ર સરકારે જાહેર કરેલ ગાઈડલાઈન મુજબ થિયેટરો 100 ટકા ક્ષમતા સાથે શરૂ કરવાની મંજૂરી આપી છે. પરંતુ બારડોલી વિસ્તારમાં ફિલ્મ રસિયાઓએ હજુ પણ થિયેટરમાં જવા માટે વાટ જોવી પડશે. કારણ 10 માસથી બંધ થિયેટરો બંધ હોય, બોલીવુડની નવી ફિલ્મો રિલીઝ થઈ નથી. જેથી સંચાલકો હજુ મુંઝવણમાં છે. જેથી નવી ફિલ્મ રિલીઝ થવાની તારીખ જાહેર થયા બાદ જ ચાલુ કરવાની તૈયારી હોવાનું જણાવે છે.કોરોના મહામારીના કારણે બારડોલીમાં થિયેટરો 16મી માર્ચ 2020થી બંધ થયાં હતાં.
10 માસ જેટલો સમય થઈ ગયો છે. કાયમી થિયેટરમાં ફિલ્મ જોવા ટેવાયેલા રસિકો માટે જાણે, દાયકો ખતમ ગયાનો અહેસાસ થઈ રહ્યો હશે. જોકે, 50 ટકાની ક્ષમતા સાથે થિયેટરો શરૂ કરવા 3 માસ પહેલા મંજૂરી મળી હતી, પરંતુ બારડોલીના સંચાલકો નવી ફિલ્મ રિલીઝ નહિ થતી હોવાથી, જો ચાલુ કરવામાં આવે તો, ખર્ચ ભારે પડી શકે તેવો માહોલ હતો. જેથી બંધ રાખવાનું જ નક્કી કરાયું હતું. તાજેતરમાં કોરોના કેસની સંખ્યા ઘટવા સાથે, વેકસીન પણ ચાલુ થઈ જતા, સરકારે થિયેટરો 100 ટકા ક્ષમતા સાથે ચાલુ કરવાની મંજૂરી આપી છે.
બારડોલીના સંચાલક પણ 10 માસ પછી મંજૂરી મળવાથી થિયેટર ચાલુ કરવા માટે ઉત્સુક છે, પરંતુ તાત્કાલિક ચાલુ કરવામાં જોખમ હોવાનું માનવામાં આવી રહ્યું છે. માટે જ્યાં સુધી નવી ફિલ્મ રીલીઝની જાહેરાત નહિ થાય, ત્યાં સુધી બંધ રાખવાનું જણાવે છે. ચાલુ વીકમાં ક્યારે થિયેટર ચાલુ કરવું એ કહેવું મુશ્કેલ હોવાનું જણાવ્યું હતું. જેથી ફિલ્મ રસિયાઓએ હજુ થિયેટરમાં ફિલ્મ જોવાની રાહ જોવી જ પડશે.
થિયેટર તાત્કાલિક ચાલુ કરી શકાય નહીં
બોલીવુડની નવી ફિલ્મોની રિલીઝ તારીખ આવશે, ત્યારબાદ જ થિયેટર ચાલુ કરવાનું વિચારમાં આવશે. અત્યારે તાત્કાલીક ચાલુ કરી શકાય નહીં. પહેલા સ્ટાફને બોલાવવો પડશે. આ વીકમાં નવી ફિલ્મની તારીખ રિલીઝ થયા બાદ નક્કી કરીશું. - ભાર્ગવ જરીવાલા, સંચાલક અલંકાર સિનેમા
પુરી ગાઇડલાઇન મળ્યા બાદ નિર્ણય લઇશું
સરકારે 100 ટકા ક્ષમતાની છૂટ આપી છે, પણ હજુ ગાઈડલાઈન મળી નથી,નવી ફિલ્મોની રિલીઝ તારીખ બાબતે પણ જાણકારી નથી. આ બંને માહિતી જાણી નિર્ણય લઇશું. - કમલેશ નાયક, મિલાનો થિયેટર, બારડોલી
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.