સમસ્યા:આજથી તલાટીઓની હડતાલને લઇ પ્રજાજનોના કામો અટવાશે

બારડોલી/વ્યારા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાખલા, વેરા વસૂલાત સહિતના તમામ કામો પર લાગશે બ્રેક

તલાટી કમ મંત્રીઓએ ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના શાસન વખતથી પ્રશ્નોની કરાતી રજૂઆતોનું નિરાકરણ ન આવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારને પણ રજૂઆત કરી હતી. જોકે પ્રશ્નોનું નિરાકરણ નહી આવતા રાજ્યભરના તલાટીએ 1 ઓગસ્ટ સુધીમાં ઉકેલ નહી આવે તો, 2 ઓગસ્ટથી અચોક્કસ મુદતની હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી હતી. જે નિરાકરણ નહિ આવતા મંગળવારથી સુરત અને તાપી જિલ્લાના તલાટીઓ પણ હળતાલમાં જોડાશે. જેના કારણે આમ પ્રજાના નાના કામો નહિ થતા હાલાકી પડશે.

સુરત જિલ્લાના તલાટીઓ છેલ્લા થોડા દિવસથી ઓલપાડ તાલુકાનાં એક તલાટીને ફરજ મુક્ત કરવાના અધિકારીના ઓર્ડરનો વિરોધ કરી હડતાળ પર હતા જે હડતાળ સમેટાઈને ગણતરીના દિવસોમાજ હવે ફરી તલાટી કમ મંત્રીઓએ ફિક્સ પગારની 5 વર્ષની નોકરી સળંગ ગણવાની માગ ગુજરાત રાજ્ય તલાટી-મંત્રી મહામંડળે કરી છે. જે બાબતની હડતાળમાં જિલ્લાના તલાટીઓ જોડાસે જેથી ફરી અચોક્કસ મુદત સુધી ગ્રામ્ય કક્ષાએથી નીકળતા વિવિધ દાખલાઓ,પેઢીનામાં,વેરાવશુંલાત સહિતના કામોને બ્રેક લાગશે જોકે આ બાબતે અગાઉ નાણામંત્રી કનુ દેસાઈ સાથે 4 મે, 2022ના રોજ મીટિંગ કરી હતી

છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. સર્કલ ઇન્સ્પેક્ટર વર્ગ-3ની જગ્યાની વિસ્તરણ અધિકારી તરીકે અપગ્રેડ કર્યા પછી તેને પ્રથમ અને દ્વિતીય ઉચ્ચત્તર પગાર ધો૨ણ મળ્યા નથી તે મંજૂર કરવા અને પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણમાં મેળવવા પરીક્ષા રદ કરવાની માગ કરી હતી. તલાટીઓને પંચાયત વિભાગ ઉપરાંત અન્ય વિભાગની કામગીરી સોંપાય ત્યારે વધારાનું વળતર આપવાની માગ પણ તલાટીઓએ કરી છે.

અન્ય સમાચારો પણ છે...