તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિંધવ મીઠુ:પથ્થરોના ઢગલા વેચવા બેઠેલા યુવાનને લોકો ઉત્સુકતાથી પુછી રહ્યા હતા આ શું છે?

બારડોલી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
સિંધથી આવેલા સિંધવ મીઠાંના ટુકડા - Divya Bhaskar
સિંધથી આવેલા સિંધવ મીઠાંના ટુકડા

બારડોલી નગરના મીઢોળા નદીના પુલ નજીક એક યુવક પથ્થરોના ઢગલા લઈને બેઠેલો નજરે પડ્યો હતો. આ અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે આ સિંધવ મીઠુ છે. આ મીઠુ ખાવાના અનેક ફાયદા હોવાનું આર્યુવેદમાં જણાવવામાં આવ્યું છે. વધુ યુવકે જણાવ્યું હતું કે આ મીઠુ પાકિસ્તાનના સિંધુ નદીના ખીણમાંથી કાઢવામાં આવ્યું છે. આ મીઠામાં 100થી વધુ કુદરતી તત્વો હોય છે. શરીર માટે ફાયદા કારક છે. પથ્થરો જેવા આકાર જોઈ લોકો ઉત્સુકતાથી ગાડી ઊભી રાખી પુછી રહ્યા હતાં આ શું છે અને તેનો શું ઉપયોગ છે. જેથી મીઠાનો ઢગલાની સાથે સાથે બાજુમાં એક બેનર પર લાગવવામાં આવ્યું હતું જેમાં મીઠાના ફાયદા વર્ણવ્યા હતાં.

કુદરતી સિંધવ મીઠાના ફાયદા
થાઈરોડમાં ફાયદો, આયોડિન, પોટિશિયમ, મેગ્નેશીયમ ફોસ્ફરસ જેવા 98 પ્રકારના તત્વ આવે જેથી શરીરના દરેક અવયવોને ફાયદો થાય છે. પાચન ક્રિયામાં મદદરૂપ થાય છે. આર્યુવેદમાં જડીબુટ્ટી માનવામાં આવે છે. કોલેસ્ટ્રોલ ઘટાડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો