તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:વાલોડમાં 3 માસથી ભૂગર્ભ ગટરની ચેમ્બર જામ થતાં લોકોને મુશ્કેલી, લોકડાઉનનુ ઉપરણુ લેવાય છે

માયપુર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કામગીરી કરવા લોકડાઉનનુ ઉપરણુ લેવામાં આવે છે

વાલોડ નગરમાં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી સામે શરૂઆતથી જ કામગીરીની સફળતા અંગે શંકા-કુશંકાઓને કારણે નગરમાં યોજના સામે વિરોધનો વંટોળ ઉભો થયો હતો. ભૂગર્ભ યોજના ડચકાં ખાઈને માંડમાંડ પૂર્ણ થઇ હતી. આ ભુગર્ભ ગટર યોજના સામે વારંવાર ફરિયાદો ઉઠે છે. ફરિયાદ આવતાં કોન્ટ્રાક્ટર દ્વારા માંડમાંડ મહિને કામગીરી કરવામાં આવે છે. બાપુનગર ખાતે ત્રણ માસથી 8 ગટર જામ થઇ જતાં બ્લોક નીચેથી ગટરનું ગંધાતુ, ગંદુ પાણી બ્લોક નીચેથી બહાર નીકળી રહ્યું છે.

ગ્રામ પંચાયતના સત્તાધીશોને ત્રણ માસથી સ્થાનિકો અંને પંચાયત સભ્ય સોયેબ શેખ વારંવાર રજૂઆતો કરવા છતા શાસકો આંખ આડા કાન કરી ખો આપી રહ્યા છે.  આજુબાજુના રહિશો ઉપરાંતના સમયથી ગંદુ પાણી અને દુર્ગંધ ત્રસ્ત બન્યાં છે. હાલમાં ચેમ્બર જામ થવાને કારણે રસ્તા પર પાણી નીકળી રહ્યું છે. જેને કારણ રહીશોના આરોગ્ય પર અસર થવાની સંભાવના રહી છે. ત્રણ માસથી કામગીરી કરવા માટે લોકડાઉનનુ ઉપરણુ લઇ બાપુનગરના રહિશોને હેરાન કરવાની પ્રવૃત્તિ તંત્ર દ્વારા કરી રહ્યા હોવાની ચર્ચા ં ચાલી રહી છે. આ અંગેની લેખિત ફરિયાદ સ્થાનિક રહિશોએ મામલતદાર કચેરીમાં કરવામાં આવી છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો