બારડોલી નગરના શાસ્ત્રી રોડ ઉપર આવેલી એક ચાની લારી ઉપર જાહેરમાં ખુલ્લેઆમ વરલી મટકાનો જુગાર રમાતો હોવાની બાતમી પોલીસને મળી હતી. જે ચોક્કસ બાતમી આધારે પોલીસે રેડ કરી બે જુગારીઓને રૂ.15,780ના મુદ્દામાલ સાથે રંગે હાથ ઝડપી લીધા હતા. જ્યારે એકને વોન્ટેડ જાહેર કરાયો હતો.
બારડોલીના શાસ્ત્રી રોડ ઉપર આવેલ જૂની પાયલ હોસ્પિટલ સામે આવેલી એક ચાની લારી ઉપર રેડ કરતા બારડોલી ટાઉન પોલીસને વરલી મટકા કલ્યાણ બજારના આંકો પર ગ્રાહકો પાસેથી પૈસાની લગાઈ લઈને નાણાકીય હારજીતનો જુગાર રમાડતો હતો. પોલીસે જીતુ ઉર્ફે બાબરી બાબુ રાઠોડ તથા પ્રકાશ મોહન રાવલને આંકડાની બુકો સહિત રોકડા અને મોબાઈલ મળી રૂ.15,780ના મુદ્દામાલ સાથે ઝડપવામાં સફળતા મળી હતી. જ્યારે મુખ્ય સૂત્રધાર રઈસ શેખ ને વોન્ટેડ જાહેર કરી જુગાર ધારા હેઠળ કાનૂની કાર્યવાહી કરી હોવાનું જાણવા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.