સંઘર્ષનો પર્યાય બનેલા કીમના ગીતાબેન પઢીયાર અને પરિવારની વિકટ કરુણ સ્થતિ ‘દિવ્યભાસ્કર' ના માધ્યમ થી લોકો સમક્ષ મુકતા ગીતાબેનને મદદ મળવાની શરૂ થઈ છે.જેમાં પરિવાર પોતે આજીવિકા મેળવતો ન થાય ત્યાં સુધી કરીયાણું કીમનો ઉપાધ્યાય પરિવાર પૂરું કરશે. જ્યારે કામરેજના ચંદુભાઈ સાવલિયા જેઓ વિધવા સહાય તેમજ ઘરના અને ટેમ્પો લોન હપ્તા અંગેની ઘુંચ ઉકેલવામાં મદદ કરશે.
આ અંગે મળતી વિગત મુજબ ઓલપાડ તાલુકાના કીમ ગામે રહેતા ગીતાબેન પઢીયારનો 14 વર્ષીય મોટા દીકરા શુભમ રમતા રમતા પડી જતા માથાના ભાંગે વાગતા નોન રિસ્પોન્સિવ એપિલેપ્સી ની બીમારીમાં સપડાતા છેલ્લા 10 વર્ષથી બાંધીને રાખવો પડે છે.ગીતાબેનના પતિ દેવજીભાઈ નું પણ ત્રણ મહિના પૂર્વે લીવરની બીમારીથી અવસાન થયું.કોઈ આવક વિના બીજા દીકરાને ભણાવવાનો,ઘરના અને ટેમ્પો હપ્તા ભરવાની ચિંતા,નોકરી ધધે જાય પણ નોકરી ધધે જાય તો દીકરા શુભમ ને કોણ રાખે?ગીતાબેનના પરિવારમાં સાસુ સસરા નથી,માતા પિતા કે ભાઈ બહેન પણ નથી.ત્યારે આવી વિચિત્ર વિકટ સ્થતિમાં મુકાયેલ પરિવારની કરુણ દાસ્તાન દિવ્યભાસ્કર ના માધ્યમથી મુકતા પરિવારને મદદ માટે લોકો આગળ આવ્યા છે.કીમના ઉપાધ્યાય પરિવારના આનંદ ઉપાધ્યાય અને અજય ઉપાધ્યાય બન્ને ભાઈઓએ આ પરિવાર પગભર ન થાય ત્યાં સુધી પરિવારનું કરીયાણું પૂરું પાડવાની જવાબદારી લઈ માનવતા મહેકાવી છે. આ ઉપરાંત ધોરણ 7 માં ભણતા નાના દિકરાને પુસ્તક, નોટબુક,દફ્તર જેવી જરૂરિયાત પુરી પાડશે તેમ જાણવા મળે છે. તેમજ અન્ય સેવાભાવી પણ મદદ માટે આગળ આવ્યા છે.
કરિયાણા સહિતની તમામ ચીજો પુરી પાડીશું
પરિવારની મુશ્કેલી ઓછી કરવા અમે થોડી જવાબદારી લીધી છે જેમાં ગીતાબેનનો 7 માં ધોરણમાં ભણતો નાનો દીકરો જેની અભ્યાસની તમામ ચીજો જ્યાં સુધી ભણે ત્યાં સુધી પુરી પાડીશું ઉપરાંત આ દીકરો નોકરી ધંધો કરી કમાતો ન થાય ત્યાં સુધી કરિયાણું પૂરું પાડીશું તેમજ અન્ય મદદ પણ કરીશું. > આનંદભાઈ ઉપાધ્યાય, સેવાભાવી- કીમ
લોન બાબતે ગુંચ ઉકેલવામાં મદદ કરીશું
દિવ્યભાસ્કર માં સમાચાર જોયા અને તરતજ ગીતાબેનના ઘરે પહોંચી તેમને હિંમત ન હારવા જણાવ્યું. ગીતાબેનને વિધવા સહાય અપાવવામાં મદદ ઉપરાંત નાની મોટી મદદ કરીશું.જેમાં ખાસ ટેમ્પા લોન,ઘર લોનના પ્રશ્ના નિવારણ માટે કચેરીમાં અધિકારીઓને મળી આવેલી ઘુંચ ઉકેલવા દોડીશું. > ચંદુભાઈ સાવલિયા, -કામરેજ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.