અનોખી ભાવાંજલિ:બાપુની પ્રિય ખાદી ખરીદી લોકોએ આપી અનોખી ભાવાંજલિ

બારડોલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગાંધી જયંતીએ ખાદી ઉદ્યોગમાં ખાદીની ખરીદી કરવા ઉમટેલા ગ્રાહકો. - Divya Bhaskar
ગાંધી જયંતીએ ખાદી ઉદ્યોગમાં ખાદીની ખરીદી કરવા ઉમટેલા ગ્રાહકો.
  • ગાંધી જયંતીએ ખાદીની ખરીદીમાં દેખાયો અનેરો ઉત્સાહ, વડીલોની સાથે સાથે યુવા વર્ગ પણ ખાદીની સાદગી તરફ આકર્ષાયો

ગાંધી જયંતીએ અનેક લોકોએ બાપુની પ્રિય ખાદી ખરીદી અનોખી રીતે ભાવાંજલિ આપી હતી. બારડોલીના સરભોણ ચાર રસ્તા પર આવેલ સુરત જિલ્લા ખાદી ગ્રામ ઉદ્યોગ સહકારી સંઘમાં વર્ષો ગાંધી જયંતી નિમિત્તે વિશેષ ડિસ્કાઉન્ટ આપી ખાદીનું વેચાણ કરવામાં આવે છે. આ વર્ષે પણ ખાદી લેનારા વડિલો સહિત યુવાનોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. ગાંધી જયંતીના અવશરે ખાદી ઉધ્યોગ સંસ્થા તરફથી ઓક્ટોબર માસ દરમિયાન ખાડીમાં 25 ટકાનું ડિસ્કાઉન્ટ અપાતું હોવાથી વર્ષ દરમિયાન આ મહિનામાં ખાદીની ખરીદીમાં વધારો નોંધાતો હોય છે.

બારડોલીમાં આવેલ સુરત જિલ્લા ખાદી ગ્રામ ઉધ્યોગ સહકારી સંઘમાં દર વર્ષે સમગ્ર ઓક્ટોબર માસ દરમિયાન જીલા તેમજ આસપાસના જિલ્લાના ખાદી પહેરનારઓ સિઝન માટેના ખાદીના કપડાની ખરીદી કરતાં હોય છે. અગાઉ વડીલો તેમજ ગાંધી વિચારકો ખાદી ખરીદવાનો આગ્રહ રાખતા હોય છે.

જોકે છેલ્લા થોડા સમયથી યુવકોમાં પણ ખાદી ખરીદીનો ક્રેઝ વધ્યો છે. જેને લઈ બારડોલી સુરત જિલ્લા ખાદી ગ્રામ ઉધ્યોગ સહકારી સંઘમાં 2જી ઓકટોબરે એકજ દિવસે 9,27,601 રૂપિયાની ખાદીનો વેપાર નોંધાયો છે. દર વર્ષે જિલ્લાના મોટા ગજાના ભાજપ કોંગ્રેસનાં નેતાઓ ખાદી ખરીદવા માટે બારડોલી આવતા હોય છે. જે ચાલુ વર્ષે કોઈકને કોઈક કારણો સર ખરીદીમાં દેખાયા ન હતા.

સતત 15 વર્ષથી ખાદી ખરીદતો આવ્યો છું
હું છેલ્લા 15 વર્ષથી દર બીજી ઓક્ટોબરે ખાદી ખરીદવા માટે નિયમિત આવું છું. આજે પૂજ્ય ગાંધીજી નો જન્મદિવસ છે અને તેઓ સદા ખાદીના આગ્રહી રહ્યા હતા. હું છેલ્લા ઘણા વર્ષોથી ખાદીના કપડાનો નિયમિત ઉપયોગ કરું છું. જે હંમેશા મને બાપુની મહાનતા અને તેમના વિચારોની યાદ અપાવે છે. - કાંતિભાઈ ચૌધરી, કીમ તા.ઓલપાડ

બાપુ પ્રત્યેના પ્રેમને કારણે ખાદી ખરીદુ છું
બાપુ અને ખાદીના કપડા પ્રત્યેના પ્રેમના કારણે આજે ખાદીની ખરીદી કરવા માટે આવ્યો છું.હું છેલ્લા અંદાજે 17 વર્ષથી નિયમિત ખાદીના કપડા ખરીદું છું અને પહેરું છું. આજે ખાસ ખરીદી કરવા પાછળનું તાત્પર્ય એ છે કે આજે ગાંધીજી નો જન્મદિવસ છે અને તેઓ દરેક વ્યક્તિ ખાદીના કપડા પહેરે તેવો આગ્રહ પણ રાખતા હતા. - જીતેન્દ્ર પટેલ, શિક્ષક, ડેડીયાપાડા

ખાદીનું આકર્ષણ આજે પણ અકબંધ
અમે દર વર્ષે બીજી ઓક્ટોબર ને ધ્યાનમાં રાખી પૂરતા પ્રમાણમાં ખાદી ના કપડા સહિતની અન્ય ચીજવસ્તુઓ નો સ્ટોક તૈયાર રાખીએ છે. 2 વર્ષથી કોરોના મહામારીને કારણે બજારમાં થોડી મંદીનું વાતાવરણ હોવા ખાદીના વેચાણમાં નજીવો ઘટાડો નોંધાયો છે.પરંતુ ખાદીનું આકર્ષણ અકબંધ છે. - હરેન્દ્રસિંહ વસવારીયા, સહાયક મંત્રી,ખાદી ગ્રામોદ્યોગ સંઘ,બારડોલી

અન્ય સમાચારો પણ છે...